- Business
- 6 હજાર કરોડની 2000ની નોટ હજુ પાછી નથી આવી, જો તમારી પાસે હોય તો જાણી લો શું કરવાનું
6 હજાર કરોડની 2000ની નોટ હજુ પાછી નથી આવી, જો તમારી પાસે હોય તો જાણી લો શું કરવાનું
19 મે 2023માં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત લેવાની જાહેરાત હતી, તેના ને 2 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, હજી પણ કરોડોની 2000 રૂપિયાની નોટો RBIમાં જમા કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 31 જુલાઇ 2025 સુધીમાં પણ 6017 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો જમા કરાવાઈ નથી. RBIએ એક રિપોર્ટમાં આ મામલે જાણકારી આપી છે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટો પડી હોય અને તમે તેને બદલવા માગતા હોવ તો તમારે શું કરવું જોઇએ? આ સવાલ તમારા મનમાં ચાલી રહ્યો હોય તો આ આર્ટિકલમાં આપણે એ બાબતે જ વાત કરવાના છીએ.
જો RBI ભારતીય ચલણની જૂની 500 અને 1000ની નોટની જેમ 2000 રૂપિયાની નોટને લિગલ ટેન્ડરમાંથી વિથડ્રો કરી લેશે તો તમારી પાસે પડેલી 2000 રૂપિયાની નોટો નકામી થઈ જશે એટલે કે તેનું કોઈ મૂલ્ય નહીં રહે. RBIએ 19 મે 2023ના રોજ 2000ની નોટને પરત લેવાની જાહેરાત કરી હતી. તે સમયે આ નોટોની કુલ વેલ્યૂ 3.56 લાખ કરોડ રૂપિયા હતી. હવે તે ઘટીને 6017 કરોડ રૂપિયા રહી ગઈ છે. એટલે કે લગભગ 98.31 ટકા નોટ RBIમાં જમા થઈ ગઈ છે.
RBIએ સ્પષ્ટ કર્યું છે 2000 રૂપિયાની નોટ અત્યારે પણ વેલિડ કરન્સી છે એટલે કે તેના દ્વારા વ્યવહારો કરી શકાય છે, જો કે, બેન્કો અને દુકાનદાર તેને લેવાનો ઇનકાર કરી દે છે અને આ હવે ખૂબ જ સામાન્ય વાત થઈ ગઇ છે. લોકો અત્યારે પણ 2000 રૂપિયાના નોટ RBIની 19 ઇશ્યૂ ઓફિસમાં પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકે છે. આ સુવિધા 9 ઓક્ટોબર, 2023થી ચાલું છે. તમે પર્સનલ આ નોટ ન જમા કરવાવ માગતા અહોવ તો પોસ્ટ દ્વારા પણ મોકલીને તમારા તમારી 2000 રૂપિયાની નોટ બદલાવી શકો છો.
RBIની આ ઇશ્યૂ ઓફિસ 19 જગ્યાઓ પર આવી છે, જ્યાં જઇને તમે તમારી 2000 રૂપિયાની નોટ બદલી શકો છો. જેમાં અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંજીગઢ, ચેન્નાઇ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમની RBI બ્રાન્ચમાં આ સુવિધા મળી રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની કલમ 24(1) હેઠળ નવેમ્બર 2016માં 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ દેશની ચલણની જરૂરિયાતોને ઝડપથી પૂર્ણ કરવાનો હતો જ્યારે જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. જ્યારે આ હેતુ પ્રાપ્ત થઈ ગયો અને અન્ય મૂલ્યોની પૂરતી સંખ્યામાં નોટો ઉપલબ્ધ થઈ, ત્યારે 2018-19માં 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું. મોટાભાગની 2000 રૂપિયાની નોટો માર્ચ 2017 અગાઉ જાહેર કરવામાં આવી હતી અને હવે તે તેમના અંદાજિત ઉંમર (4-5 વર્ષ)ના અંત સુધી પહોંચી ગઈ છે. એવું પણ જોવા મળ્યું છે કે 2000 રૂપિયાની નોટોનો વ્યવહારોમાં સામાન્ય રીતે ઉપયોગ થતો નથી.

