- Business
- અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે. જો તમે પણ તમારી પોતાની ફેક્ટરી કે ઉદ્યોગ સ્થાપવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે લોટરીથી ઓછા નથી. બિહાર સરકારે ઔદ્યોગિક જગતમાં ક્રાંતિ લાવવા માટે એક પહેલ શરૂ કરી છે, જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. સરકારે રોકાણકારોને માત્ર એક રૂપિયાની ટોકન રકમમાં જમીન આપવાનો નિર્ણય લીધો છે.
આ યોજનાનું નામ ‘બિહાર ઇન્ડસ્ટ્રિયલ પ્રોત્સાહન પેકેજ 2025' છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષવાનો અને યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવાનો છે, પરંતુ ધ્યાન રહે આ તક મર્યાદિત સમય માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે રોકાણકારોએ 31 માર્ચ, 2026 સુધીમાં અરજી કરવી પડશે.
એક રૂપિયામાં જમીન કોને ભેટ મળશે?
શું દરેકને એક રૂપિયામાં જમીન મળશે? જવાબ ના છે. સરકારે આ માટે ખાસ શ્રેણીઓ અને શરતો નક્કી કરી છે. આ ઓફર મુખ્યત્વે એવા મોટા રોકાણકારો માટે છે જેમની પાસે રાજ્યમાં રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા છે. નિયમો અનુસાર, જો કોઈ કંપની 100 કરોડનું રોકાણ કરે છે અને ઓછામાં ઓછા 1,000 લોકોને રોજગારી આપે છે, તો તેને માત્ર 1 રૂપિયાના નજીવા ભાવે 10 એકર જમીન આપવામાં આવશે. તો જો રોકાણ 1,000 કરોડ સુધી પહોંચે છે, તો સરકાર સમાન નજીવા દરે 25 એકર જમીન પ્રદાન કરશે. આટલું જ નહીં ‘ફોર્ચ્યૂન 500’માં સામેલ દિગ્ગજ કંપનીઓ માટે નિયમો વધુ હળવા છે. 200 કરોડ રૂપિયાના રોકાણ પર જ 10 એકર જમીન મળી જશે છે. જો આ શ્રેણીઓમાં ન આવતા રોકાણકારો માટે પણ સારા સમાચાર છે. BIADA અન્ય રોકાણકારોને તેના જમીનના દરો પર 50% સુધીનું ભારે ડિસ્કાઉન્ટ છૂટ આપી રહ્યું છે.
સરકાર માત્ર સસ્તી જમીન આપીને જ પોતાની જવાબદારી ખતમ કરી રહી નથી; તે ઇચ્છે છે કે તમારો ઉદ્યોગ વિકસે. એટલે જમીન સાથે-સાથે નાણાકીય સહાય માટે એક વ્યાપક યોજના વિકસાવવામાં આવી છે. રોકાણકારોને આકર્ષવા માટે, ₹40 કરોડ સુધીની વ્યાજ સબસિડી પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત ટેક્સમાં રાહત આપવામાં આવી રહી છે, જેમાં 100% SGST રિફંડ અથવા પ્રોજેક્ટ ખર્ચના 300% સુધીની ચોખ્ખી SGST રિફંડનો સમાવેશ થાય છે. આ લાભ પૂરા 14 વર્ષ માટે ઉપલબ્ધ છે. 30% સુધીની મૂડી સબસિડીનો વિકલ્પ પણ છે. રોકાણકારો પોતાની બિઝનેસ જરૂરિયાતોના આધારે કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે.
આ રીતે અરજી કરો
જો તમે આ યોજના હેઠળ તમારો ઉદ્યોગ સ્થાપવા માગતા હો, તો તમારે સરકારી કચેરીઓમાં દોડવાની જરૂર નથી. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ઓનલાઈન છે.
સૌપ્રથમ તમારે BIADAની સત્તાવાર પોર્ટલની https://biada1.bihar.gov.in/ પર જવું પડશે.
ત્યાં 'Apply Online’સેંક્શનમાં જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવો.
તમારું નામ, સરનામું અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો. તમારી ઇમેઇલ ID જ તમારી યુઝર ID બની જશે.
પાસવર્ડ સેટ કર્યા બાદ તમે સરળતાથી અરજી ફોર્મ ભરી શકો છો.
સરકારે રોકાણકારોને મદદ કરવા માટે એક હેલ્પલાઇન નંબર, 18003456214 પણ જાહેર કર્યો છે. આ સિવાય કયા જિલ્લામાં કેટલી જમીન ખાલી છે આતા ઔદ્યોગિક વિસ્તાર તમારા બિઝનેસ માટે યોગ્ય રહેશે તેની સંપૂર્ણ માહિતી ‘લેન્ડ બેન્ક’ સેક્શનમાં ઉપસ્થિત છે. ત્યાં 'પ્લગ એન્ડ પ્લે' શેડની વિગતો પણ ઉપલબ્ધ છે, જેથી તમે નિર્માણની ઝંઝટ વિના તરત જ કામ શરૂ કરી શકો.

