આ કંપનીમાંથી અદાણી ગ્રુપે લઈ લીધી એક્ઝિટ, શેરો પર શું અસર રહી?

અદાણી ગ્રુપના પોર્ટફોલિયોમાંથી શુક્રવારે એક કંપની બહાર થઈ ગઈ. અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા AWL એગ્રી બિઝનેસ (અગાઉ અદાણી વિલ્મર લિમિટેડ)માં તેનો બાકીનો 7% હિસ્સો વેચી દીધો, જેનાથી તે સંપૂર્ણપણે વ્યવસાયમાંથી બહાર નીકળી ગયો. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી કોમોડિટીઝ LLPએ વિનિવેશ પૂર્ણ કર્યો છે. આ ભારતની સૌથી મોટી ખાદ્ય તેલ બ્રાન્ડ ફ્રેન્ચાઇઝમાં પોતાનું પોઝિશન ખતમ કરવા માટે આ જૂથનું અંતિમ પગલું છે. અદાણી ગ્રુપે પ્રતિ શેર 275.50 રૂપિયા પ્રતિ શેરના ભાવે ડીલ પૂર્ણ કરી છે. ઈન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝે આ ટ્રાન્ઝેક્શન માટે દલાલી કરી. બજારનો અંદાજ અને ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે AWL એગ્રીના વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ડીલનું મૂલ્ય 2,300–2,400 કરોડની વચ્ચે રહેશે.

adani1
business-standard.com

અદાણીના બહાર નીકળ્યા બાદ તરત જ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી. બ્લોક ડીલ દ્વારા અદાણીએ પોતાના શેરનો આશરે 6.6% હિસ્સો વેચી દીધો, તેવા જ શેર 3.7% ઘટીને 266.45 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો, જે તેની ઇન્ટ્રાડે સૌથી નીચી સપાટી છે.

અગાઉ અદાણી ગ્રુપ AWL એગ્રીમાં 20% હિસ્સો ધરાવતો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં તેણે 4,646 કરોડની ઓફ-માર્કેટ ડીલમાં કંપનીમાં 13% હિસ્સો વિલ્મર ઇન્ટરનેશનલની શાખાને વેચી દીધો. હવે અંતિમ બ્લોક ડીલ પૂર્ણ થવા સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝને તેના ટોટલ એક્ઝિટમાંથી 15,707 કરોડ રૂપિયા મળ્યા છે.

adani
business-standard.com

સૂત્રોએ જણાવ્યું હતું કે, ICICI પ્રૂડેન્શિયલ MF, SBI MF, Tata MF, Quant MF, Bandhan MF, Vanguard અને Charles Schwab જેવા સ્થાનિક મ્યૂચ્યુઅલ ફંડ મોટા ખરીદદારોમાં સામેલ હતા. સિંગાપુર, UAE અને અન્ય એશિયન બજારોના ઘણા વૈશ્વિક રોકાણકારોએ પણ ક્લીન-આઉટ બ્લોકમાં ભાગ લીધો હતો. અદાણીના બહાર નીકળવા સાથે સિંગાપુર સ્થિત વિલ્મર ઇન્ટરનેશનલ એકમાત્ર પ્રમોટર બની ગઈ છે, જેની પાસે હવે AWL એગ્રીમાં લગભગ 57% હિસ્સો હોવાનું અનુમાન છે. આનાથી કંપનીની ઓળખ એક મલ્ટીનેશનલ ફૂડ અને FMCG ખેલાડી તરીકે મજબૂત બને છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.