માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા વર્ષ રહ્યા. આ 3 વર્ષમાં શાનદાર તેજી જોવા મળી, પરંતુ ભારતીય શેરબજારના ઇતિહાસ બતાવે છે કે બજારમાં સતત 4 વર્ષ તેજી રહેવી મુશ્કેલ છે. ચોથા વર્ષે મંદીની શરૂઆત થાય છે.
શેરબજારમાં 2012-2013માં પેઇનફુલ મંદી આવી હતી અને 2016માં પણ મંદી હતી, પરંતુ એ એટલી પેઇનફુલ નહોતી. 2012-2013માં રૂપિયાને નબળો થતો અટકાવવા માટે RBIએ વ્યાજ દર વધારવો પડ્યો હતો જેને કારણે મંદી આવેલી. આ વખતે પણ ડોનાલ્ડ ટ્ર્મ્પની નીતિને કારણે ડોલર વધારે મજબુત થાય અને રૂપિયો નબળો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
શેરબજાર કેટલાંક ત્રિમાસિક ગાળા સુધી નબળું રહેશે એવું મુખરજીનું કહેવું છે.
નોંધ- શેરબજારમાં તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરો.