અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

બુધવારે શેરબજાર જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, પરંતુ તેમ છતા રેલવે સંબંધિત કંપની IRFCનો સ્ટોક ખૂલતાની સાથે જ ધડામ થઈ ગયો. સમાચાર લખવા સુધી આ શેર 4% થી વધુ ઘટીને 104 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. રેલવેના શેરમાં આ ઘટાડો એવા સમાચાર અહેવાલો બાદ થયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર કંપનીમાં તેનો ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી હોવાનો સંકેત મળ્યો હતો.

બુધવારે IRFCના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, કંપનીનો શેર જે તેના અગાઉના બંધ ભાવ 109.90 રૂપિયાની તુલનાથી નીચે આવીને 105.99 રૂપિયા પર ખૂલ્યો હતો. ત્યારબાદ રેલવેના શેરમાં ઘટાડો વધતો ગયો. સમાચાર લખવા સુધી IRFCનો શેર 104.66 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે IRFCના શેર 52 વીક લૉ લેવલ પર પણ છે. આ ઘટાડાની અસર કંપનીની માર્કેટ કેપ પર પણ જોવા મળી અને IRFC માર્કેટ કેપ ઘટીને 1.37 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું હતું.

share-market
x.com/i/grok

IRFCના શેરમાં આ ઘટાડો શા માટે થયો?

IRFCના શેરમાં આ અચાનક મોટા ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો, સરકાર દ્વારા રેલવે કંપનીમાં 2% ઇક્વિટીની ભાગીદારી વેચવાના સમાચાર બાદ ઘટાડો નોંધાયો હતો. સરકારે ઓફર ફોર સેલ (OFS) દ્વારા હિસ્સો વેચવાની જાહેરાત કરી. આ ઉપરાંત રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (DIPAM)એ એમ પણ જણાવ્યું હતું કે વધારાની 2% ભાગીદારી વેચવા માટે ગ્રીન શૂ વિકલ્પ પણ છે. આ સમાચાર બાદ, સ્ટોક ખુલતાની સાથે જ અચાનક ક્રેશ થઈ ગયો.

ઓફર ફોર સેલ માટે મિનિમમ રેટ પ્રતિ શેર 104 રૂપિયા નક્કી કરવામાં આવી છે. નોન રિટેલ ઈન્વેસ્ટર્સ માટે OFS 25 ફેબ્રુઆરીએ ખુલશે, જ્યારે છૂટક રોકાણકારો (રિટેલ ઈન્વેસ્ટર્સ) 26 ફેબ્રુઆરીએ બોલી લગાવી શકે છે. બિઝનેસ ટૂડેના અહેવાલ અનુસાર, જો ગ્રીન શૂ વિકલ્પનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે, તો IRFCમાં સરકારની કુલ ભાગીદારી 4% સુધી પહોંચી શકે છે.

share-market2
x.com/i/grok

સરકાર કેટલી ભાગીદારી છે?

1986માં સ્થાપિત, IRFCમાં વર્તમાનમાં સરકાર પાસે રેલવે મંત્રાલય હેઠળ 86.36% ભાગીદારી છે. આ યોજના હેઠળ ગ્રીન શૂ વિકલ્પનો ઉપયોગ કર્યા બાદ આ ભાગીદારીઘટાડીને 82.36% કરી શકાય છે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં લગભગ 51.25 લાખ રિટેલ રોકાણકારો કંપનીમાં 10.57% ભાગીદારી હતી. LIC પાસે 1.10%, જ્યારે FPI પાસે 1% કરતા ઓછો ભાગીદારી હતી. શેર બજારમાં આની લિસ્ટિંગ 4,633 કરોડના IPO બાદ વર્ષ 2021માં થઈ હતી.

About The Author

Related Posts

Top News

10000થી વધુની UPI ચુકવણી પર મળશે કલાકનો ગોલ્ડન 'બ્રેક', ગ્રાહકોને કંઈ રીતે થશે ફાયદો?

RBIએ સાયબર છેતરપિંડી અટકાવવા માટે UPI ચુકવણીઓ પર એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રૂ. 10000થી વધુના P2P ...
Business 
10000થી વધુની UPI ચુકવણી પર મળશે કલાકનો ગોલ્ડન 'બ્રેક', ગ્રાહકોને કંઈ રીતે થશે ફાયદો?

ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેથોલિક ચર્ચની ટીકાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે. પોપ લીઓની ટીકા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા...
World 
ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-04-2026 વાર- ગુરુવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

Vivoએ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Vivo T5 Pro 5G લોન્ચ કરી દીધો છે. કંપની આ મિડ-રેન્જ સ્માર્ટફોન 9020...
Tech and Auto 
9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'
Copyright (c) Khabarchhe All Rights Reserved.