Zomatoના CEO દીપિન્દર ગોયલે આ દેશની મોડલ સાથે કર્યા લગ્ન

ઓનલાઇન ફૂડ ડિલિવરી ફર્મ Zomatoના કો-ફાઉન્ડર અને CEO દીપિન્દર ગોયલે હાલમાં જ બીજા લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં બતાવવામાં આવી રહ્યું છે કે, તેમણે એક મેક્સિકન મોડલ સાથે લગ્ન કર્યા છે અને અત્યારે જ તેઓ હનીમૂન મનાવીને પાછા ફર્યા છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, દીપિન્દર ગોયલે મેક્સિકોની મોડલ ગ્રેસિયા મુનોજ સાથે લગ્ન કર્યા છે. તેમાં જાણકારોના સંદર્ભે દાવો કરવામાં આવ્યો છે કે ગોયલ અને મુનોજ ફેબ્રુઆરીમાં જ હનીમૂન મનાવીને પાછા ફર્યા છે. આ દીપિન્દર ગોયલના બીજા લગ્ન છે. તેમના બીજા લગ્ન IIT દિલ્હીમાં ભણાવનારા કંચન જોશી સાથે થયા હતા.

કોણ છે ગ્રેસિયા મુનોજ?

ગ્રેસીયા મુનોજ મેક્સિકોમાં જન્મેલી એક મોડલ છે. તે ટી.વી. હોસ્ટ પણ છે. તે અમેરિકામાં વર્ષ 2022માં મેટ્રોપોલિટન ફેશન વીકની વિનર રહી ચૂકી છે. તે અત્યારે ભારતમાં જ છે, જેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવી છે. જાન્યુઆરીના મહિનામાં પણ તેણે ભારતની ઘણી તસવીરો શેર કરી હતી. તેમાં દિલ્હીના જાણીતા પર્યટન સ્થળોની તસવીરો પણ સામેલ હતી. અત્યારે તેમણે ઇન્સ્ટાગ્રામ પર બાયોમાં જણાવ્યું છે કે તે હાલમાં ભારતમાં પોતાના ઘર પર છે.

 
 
 
View this post on Instagram

A post shared by Grecia Muñoz (@greciamunozp)

દીપિન્દર ગોયલની ઉંમર 41 વર્ષ છે અને નવી પેઢીના અગ્રણી ભારતીય બિઝનેસમેનોમાં તેમની ગણતરી થાય છે. તેમણે વર્ષ 2008માં Zomatoની શરૂઆત કરી હતી. આ અગાઉ દીપિન્દર ગોયલ બેન એન્ડ કંપનીં નોકરી કરતા હતા. Zomatoમાં શેર બજાર પર લિસ્ટેડ કંપની છે. બજારના હિસાબે કંપનીની વેલ્યૂ અત્યાર દોઢ લાખ કરોડ રૂપિયા છે. આ પ્રકારે Zomatoના પ્રમુખ ભારતીય સ્ટાર્ટઅપ કંપનીમાં ગણતરી થાય છે. ગત દિવસોમાં Zomato પણ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કંપનીએ શાકાહારી લોકો માટે ડેડિકેટેડ પ્યોર વેજ ડિલિવરી સર્વિસની શરૂઆત કરવાની જાણકારી આપી હતી. કંપનીના આ પગલાંથી ઇન્ટરનેટ પર શાકાહાર વર્સિસ માંસાહારની નવી બહેસ શરૂ થઈ ગઈ હતી. દીપિન્દર ગોયલે Zomato સિવાય ક્વીક કોમર્સ કંપની બલિંકટની પણ શરૂઆત કરી છે.

Top News

એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?

કર્ણાટક સરકારની માલિકીની કંપની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL) એ અભિનેત્રી તમન્ના ભાટિયાને લોકપ્રિય બ્રાન્ડ 'મૈસુર સેન્ડલ સોપ' ના...
National 
એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?

દુનિયાના સૌથી અમીર રાજા પાસે છે 300 કાર,38 પ્રાઇવેટ જેટ

દુનિયામાં અસંખ્ય લોકો ધનવાન છે, પરંતુ જે રાજવીપણું અને જે વૈભવ જીવનશૈલી થાઇલેન્ડના રાજામાં જોવા મળે એવી ભાગ્યે જ...
World 
દુનિયાના સૌથી અમીર રાજા પાસે છે 300 કાર,38 પ્રાઇવેટ જેટ

એન્જિનિયરિંગની પરીક્ષામાં નકલ કરતી પકડાઈ કાયદા મંત્રીની પૌત્રી

રાજસ્થાનના કાયદા મંત્રી જોગારામ પટેલની પૌત્રી એન્જિનિયરિંગ પરીક્ષામાં નકલ કરતી પકડાઈ ગઈ છે. મામલો જોધપુરની મુગનીરામ બાંગુર મેમોરિયલ યુનિવર્સિટી સાથે...
Education 
એન્જિનિયરિંગની પરીક્ષામાં નકલ કરતી પકડાઈ કાયદા મંત્રીની પૌત્રી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-05-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.