અમરેલીમાં દીપડાના ભયથી લોકો બહાર નીકળતા ડરે છે, વન વિભાગ ઉંઘે છે

અમરેલી જિલ્લામાં દીપડાની વધતી વસ્તી અને તેના હુમલાઓએ લોકોને ભયભીત બનાવી દીધા છે. તાજેતરમાં વાંકીયામાં એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો અને ધારીમાં અગાઉ ઘાયલ થયેલા યુવકનું મોત થયું હતું. દીપડાના વધતા ખતરાના કારણે લોકો રાત્રે ઘરની બહાર જવાનું તો શું, ઊંઘવું પણ ટાળી રહ્યા છે. બાબાપુર, વાંકીયા અને તરવડા ગામમાં સૌથી વધુ દીપડાનો ત્રાસ છે.

બાબાપુરના કનુભાઈ સોજીત્રાએ જણાવ્યું કે, વાડીઓમાં મજૂરો પણ આવતા નથી અને બાળકોને લઈ ચિંતા વધી છે. મનુભાઈ ચાવડાએ જણાવ્યું કે તેમનો શ્વાન દીપડો ઉઠાવી ગયો હતો અને વન વિભાગ નિષ્ક્રિય છે. મીડિયા સાથે વાત કરતા પોલાભાઈ ભરવાડે કહ્યું કે, રાત્રે ફડકો થાય છે અને શ્વાસ અદ્ધર રહે છે.

Photo-(2)2

તરવડાના જીજ્ઞેશભાઈ પટોળીયાએ જણાવ્યુ કે મજૂરોની સુરક્ષા માટે જાળી લગાવ્યા છતાં મજૂરો કામ પર આવતા નથી. નાનુભાઈ લાખાણીએ જણાવ્યું કે મજૂર પર હુમલો થાય તો તંત્ર તેમને જ જવાબદાર ઠેરવે છે. શામજીભાઈ લાખાણીએ જણાવ્યું કે ખેડૂતોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વાંકીયામાં સોમવારે યુવક પર દીપડાના હુમલાની ઘટના ઘટી હતી. સરપંચ નયનાબેન દાતેવાડિયાએ જણાવ્યું કે ત્રણ મહિનાથી રજૂઆત કરવા છતાં વન વિભાગ કોઈ પગલાં લેતું નથી. અમિતભાઈ રાદડીયાએ કહ્યું કે ચારથી પાંચ દીપડાઓ છે અને વન વિભાગ કાર્યવાહી કરતો નથી.

Photo-(2)3

પહેલી ઘટના (06/03/2025):

સાવરકુંડલા તાલુકાના ખાલપર ગામની સીમમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હોવાનો બનાવ નોંધાયો હતો. ઘટનાસ્થળેથી સિંહના સગડ મળી આવ્યા હતા અને મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હતો, છતાં વનવિભાગે આ કેસને "શંકાસ્પદ મોત" તરીકે નોંધ્યો છે. ઘટનાની આજે સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બીજી ઘટના:

લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં વિસેક દિવસ પહેલા સિંહે એક વ્યક્તિ પર હુમલો કરીને તેને ઘાતક ઇજાઓ પહોચાડતા મૃત્યુ થયું હતું. મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. મૃતકના પરિવારજનો દ્વારા એમએલસીમાં સ્પષ્ટ રીતે સિંહ દ્વારા હુમલાની નોંધણી કરાવવામાં આવી હતી, પરંતુ વનવિભાગે આ ઘટનાને પણ "શંકાસ્પદ મોત" તરીકે નોંધ્યું હતું.  

ત્રીજી ઘટના:

ધારીના શેઢાપરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ઘરની બહાર સુતેલા યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન 10/06/2025ના રોજ અવસાન થયું હતું. ઘટના અંગે યુવકના પુત્રએ ધારી પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે તેના પિતાના મોત માટે દીપડો જવાબદાર છે અને એડી નોંધાઈ છે. જોકે, ધારી ગીર પૂર્વ ડીસીએફ વિકાસ યાદવે આ ઘટનાને પણ “શંકાસ્પદ મોત” ગણાવ્યું છે અને જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ સાચી માહિતી મળી શકે.

ત્રણ માસમાં ત્રણ શંકાસ્પદ મોત થયાં છે, જેમાં ખાલપર, લુવારીયા અને શેઢાપરા ગામની ઘટનાઓ છે. વન વિભાગ આ મોતને 'શંકાસ્પદ' કહીને જવાબદારીથી દૂર રહે છે.

ઘટનાઓ બાદ વન વિભાગની કામગીરી સીમિત રહી છે. ગ્રામજનો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે અને સરકાર અને વન વિભાગ પાસે કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.