- National
- દીકરો ક્લાસ મોનિટર બન્યો તો પરિવારજનો ખૂબ ખુશ થઈ ગયા... માતા-પિતાએ 'ભાવુક' થઈને કહી દિલની વાત
દીકરો ક્લાસ મોનિટર બન્યો તો પરિવારજનો ખૂબ ખુશ થઈ ગયા... માતા-પિતાએ 'ભાવુક' થઈને કહી દિલની વાત
તમારામાંથી ઘણા લોકોએ શાળામાં ભણતી વખતે આ સ્વપ્ન જોયું હશે કે હું પણ એક વાર ક્લાસ મોનિટર બનું. જ્યારે ક્લાસ ટીચર મોનિટર માટે નામ પસંદ કરતા, ત્યારે મનમાં એમ વિચાર આવતો હતો કે કાશ, ટીચર એકવાર મારુ નામ બોલી દે.
ક્લાસ મોનિટર બનવું એ દરેક શાળાના બાળક માટે ગર્વની વાત છે. તે ફક્ત એક જવાબદારી નથી, પરંતુ તે દર્શાવે છે કે, શિક્ષકને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ફક્ત તે જ બાળક મોનિટર બને છે જે અભ્યાસમાં સારો હોય, શિસ્તબદ્ધ રહીને બીજાઓ માટે ઉદાહરણ બને. જ્યારે કોઈ બાળકને આ પદ આપવામાં આવે છે, ત્યારે તે પોતાને ખુબ ગૌરવશાળી સમજે છે, કારણ કે આ પદ મળતાની સાથે જ વર્ગનો અડધો કમાન્ડ સીધો તેના હાથમાં આવી જાય છે. આવો જ એક સુંદર વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક તેના પરિવારને મોનિટર બનવાના સમાચાર આપે છે અને આખા વાતાવરણમાં ખુશી છવાઈ જાય છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે, બાળક હસતાં હસતાં ઘરે આવે છે અને સૌ પ્રથમ તેની માતાને કહે છે કે તેને શાળામાં ક્લાસ મોનિટર બનાવવામાં આવ્યો છે. મમ્મી તેને આશ્ચર્ય સાથે પૂછે છે કે, આ કેવી રીતે થયું? આનો જવાબ બાળક પૂરા ગર્વથી આપે છે કે, તેને આ પદ ફક્ત અભ્યાસ કે નોટ્સ લખવાને કારણે નહીં, પરંતુ તેના સારા શિસ્તને કારણે મળ્યું છે. આ પછી, બાળક તેના ખિસ્સામાંથી બેજ કાઢે છે અને તે બતાવે છે અને હસતાં હસતાં કહે છે કે, 'હવે હું ક્લાસનો મોનિટર બની ગયો છું.' તેની માતાની આંખોમાં ગર્વ સ્પષ્ટ દેખાય છે અને તે તેના દીકરાને પ્રેમથી ગળે લગાવે છે.
https://www.instagram.com/reel/DLSVgqrIv-6/
પછી બાળક તેના પિતા પાસે જાય છે અને તેમને પણ આ સમાચાર આપે છે. પિતા તેની વાત સાંભળીને હસતા હોય છે અને મજાકમાં કહે છે, તમે ભલે ક્લાસ મોનિટર થયો હોય, પણ આ ઘરનો CPU તો હું જ છું.' આ સાંભળીને બાળક અને તેના પિતા બંને હસવા લાગે છે. પછી માતા પણ આવીને બંને સાથે ઉભી રહે છે અને આખા ઘરમાં ખુશીનો માહોલ સર્જાય છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @bgbasheer નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. જ્યારે, આ રમુજી વીડિયો જોયા પછી લોકો વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'બાળકનું સ્મિત દિલને સ્પર્શી જાય છે.' જ્યારે, બીજાએ લખ્યું, 'પપ્પાના રમૂજથી વીડિયો વધુ મજેદાર બન્યો.' બીજા યુઝરે લખ્યું, 'આ વીડિયો જોઈને મને મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા.'

