- Sports
- યોગરાજ સિંહની પહેલી પત્ની શબનમ સાથે કેમ થયા હતા છૂટાછેડા? કારણ આવ્યું સામે
યોગરાજ સિંહની પહેલી પત્ની શબનમ સાથે કેમ થયા હતા છૂટાછેડા? કારણ આવ્યું સામે
ભારતીય ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ તેમના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે અને તેઓ મરવા માટે તૈયાર છે. તેમને ભોજન માટે પણ બીજા પર નિર્ભર રહેવું પડે છે. યોગરાજ સિંહે બે વાર લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન યુવરાજ સિંહની માતા શબનમ કૌર સાથે થયા હતા. શબનમથી અલગ થયા બાદ તેમણે પંજાબી અભિનેત્રી નીના બુંદેલ સાથે લગ્ન કર્યા હતા. આ જ કારણ છે કે યુવરાજ સિંહ તેમના પિતા સાથે રહેતા નથી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે યોગરાજ સિંહે શબનમ કૌરને છૂટાછેડા કેમ આપ્યા હતા?
યોગરાજ સિંહ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તેમના પહેલા લગ્ન શબનમ સાથે થયા હતા. લગ્ન બાદ યોગરાજ અને શબનમના ઘરે બે પુત્રો યુવરાજ સિંહ અને જોરાવર સિંહનો જન્મ થયો. જોકે, શબનમ ખૂબ જ આધુનિક વિચારોવાળી મહિલા હતી, જે યોગરાજ સિંહને પસંદ નહોતું, જેના કારણે તેમની વચ્ચે વારંવાર મતભેદ થતા હતા. યોગરાજ ખૂબ જ કડક અને ગુસ્સાળું સ્વભાવના હોવાનું કહેવાય છે. ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા, જેના કારણે દંપતીએ એક-બીજાને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો. યુવરાજ 17 વર્ષનો હતો ત્યારે તેઓ અલગ થઇ ગયા હતા.
યોગરાજ સિંહ અને શબનમના છૂટાછેડા બાદ યુવરાજ શરૂઆતમાં તેના પિતા સાથે રહેતો હતો. જોક, થોડા દિવસો બાદ તે તેની માતાના સાથે રહેવા જતો રહ્યો. યોગરાજ સિંહે એક ઇન્ટરવ્યૂમાં તો એમ પણ કહ્યું હતું કે પતિ તરીકે યુવરાજની માતા શબનમ સાથે લગ્ન કરવા એ એક ભૂલ હતી. અમારા વિચાર એકદમ અલગ હતા. હું ખેડૂત છું, જ્યારે તે એક વેપારી પરિવારમાંથી હતી. તે બહાર પોતાનું જીવન શોધવા માગતી હતી. કમનસીબે હું એક જૂના જમાનાનો માણસ છું, જે વિચારે છે કે મહિલાઓની જગ્યા પર ઘર છે.
યુવરાજ સિંહની માતા શબનમ સાથે છૂટાછેડા થયા બાદ યોગરાજ સિંહે નીના બુંદેલ સાથે લગ્ન કર્યા. નીના બુંદેલે ‘ઇન્સાફ પંજાબ દા’, ‘જગ્ગા ડાકુ’, અને ‘જટ્ટ જેયોના મોર’ સહિત ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન બાદ યોગરાજ થોડા સમય માટે તેના પરિવાર સાથે અમેરિકા પણ જતા રહ્યા હતા. અહેવાલો અનુસાર, તેનો પરિવાર હજુ પણ અમેરિકામાં રહે છે, જેના કારણે તેઓ અહીં એકલા રહે છે. યોગરાજ સિંહ અને નીના બુંદેલના પણ બે બાળકો છે: એક પુત્ર વિક્ટર સિંહ અને એક પુત્રી અમરજોત કૌર.

