સુરતના આ શિક્ષણ મોડેલને દિલ્હીમાં લાગૂ કરવામાં આવશે, મંત્રી સુરત આવી ગયા

દિલ્હીના શિક્ષણ મંત્રી આશીષ સૂદ તાજેતરમાં સુરતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ઉધના વિસ્તારમાં આવેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન શાળા નં-6ની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત સરકારે નવા અમલમાં મુકેલા ટેક્નોલોજી સંચાલિત એજ્યુકેશન મોડલનો અભ્યાસ કર્યો હતો અને મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે, ગુજરાતનું આ એજ્યુકેશન મોડલ હવે દિલ્હીમાં પણ લાગૂ કરવામાં આવશે.

સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓએ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ( AI), રોબોટીક લેબ,ડ્રોન, થ્રીડી પ્રિન્ટસ અને એડવાન્સ સિક્યોરીટી સેન્સર વિશે મંત્રીને માહિતી આપી હતી. ગુજરાતના સ્માર્ટ ક્લાસ જોઇને મંત્રી પ્રભાવિત થઇ ગયા હતા અને કહ્યુ હતું કે, દિલ્હીમાં પણ શાળાઓમાં આ જ રીતે બાળકોને શિખવવામાં આવશે. ગુજરાત પાસેથી બીજા રાજ્યોએ શીખવા જેવું છે એમ પણ મંત્રીએ કહ્યું.

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.