- World
- ઈરાન સામે યુદ્ધમાં ટ્રમ્પને પોતિકાઓનો જ સાથ કેમ મળી રહ્યો નથી 2003થી કેટલી અલગ છે 2025ની સ્થિતિ
ઈરાન સામે યુદ્ધમાં ટ્રમ્પને પોતિકાઓનો જ સાથ કેમ મળી રહ્યો નથી 2003થી કેટલી અલગ છે 2025ની સ્થિતિ

વર્ષ 2003માં જ્યારે અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો ત્યારે જનતા દેશ સાથે ઉભી રહી હતી. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે જનતાને કહ્યું હતું કે ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન પાસે વિનાશકારી હથિયાર છે અને તે અમેરિકા માટે જોખમી હતા. હવે બે દાયકા બાદ દુનિયા એક અલગ પ્રકારનું યુદ્ધ જોઈ રહી છે અને અમેરિકનોની પ્રતિક્રિયા પણ વર્ષ 2003 કરતા ખૂબ અલગ દેખાઈ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં સ્થિત ઈરાનના પરમાણુ સ્થળો પર સચોટ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓએ ઈરાનને ખૂબ નુકસાન પહોંચાડયું, પરંતુ અમેરિકાની જનતા ટ્રમ્પ સાથે ઉભી જોવા ન મળી અને સોશિયલ મીડિયા પર તેની નિંદા કરી. આમ તો હાલ સીઝફાયરને લીધે સ્થિતિ શાંત છે, પણ ઈરાન અને ઈઝરાયલના જે નિવેદનો આવે છે, તેના પરથી તો સ્થિતિ લાંબો સમય સ્થિર રહે એવું લાગતું નથી.
ઈરાન પર હુમલાને લઈને શું કહી રહી છે અમેરિકન જનતા?
X પર એક યુઝરે લખ્યું કે, ‘ટ્રમ્પ ઈરાનને મિડલ ઈસ્ટનો બૂલી કહે છે. ઇઝરાયલે છેલ્લા 2 વર્ષમાં 5 દેશો પર બોમ્બમારો કર્યો છે અને 3 પર આક્રમણ કર્યું છે, પરંતુ બૂલી ઈરાન છે. આ વ્યક્તિ એક દયનીય છેતરપિંડી કરનાર છે.’ અન્ય એક શખ્સે લખ્યું કે, ‘ટ્રમ્પે ઈરાન પર હુમલાની જાહેરાત કરી. કોંગ્રેસની મંજૂરી વિના. સ્વયંભૂ યુદ્ધ વિરોધી રાષ્ટ્રપતિના હાથે. ’

બીજા એક યુઝરે કહ્યું કે, ‘આ વ્યક્તિ પાગલ છે. અમેરિકાએ કયા અધિકારથી ઈરાન પર બોમ્બમારો કર્યો? શું પુરાવા? ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. હવે આપણે બધાએ ન્યૂયોર્ક જેવા ઉચ્ચ પ્રાથમિકતાવાળા અમેરિકન શહેરો પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે.’
2003 થી 2025માં શું બદલાઇ ગયું?
એ સમયે, બે તૃતીયાંશથી વધુ અમેરિકનો ઇરાકમાં સૈન્ય કાર્યવાહીને સમર્થન આપતા હતા. રાષ્ટ્રપતિ બુશના ભાષણ લખનારાઓએ આતંકવાદ અને રાષ્ટ્રીય નબળાઈના ભયને લોકો સુધી સાવધાનીપૂર્વક પહોંચાડ્યા હતા. કેબલ ન્યૂઝથી લઈને મુખ્ય અખબારો સુધી મુખ્યધારાની મીડિયાએ મોટા ભાગે પ્રશાસનના મુદ્દાઓને જ ઉઠાવ્યા.

2025માં તેની વિરુદ્ધ થઈ રહ્યું છે. હુમલા અગાઉ કરવામાં આવેલા YouGov/Economist સર્વે અનુસાર, 60 ટકા અમેરિકનોએ કહ્યું હતું કે, તેઓ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરે છે. વોશિંગ્ટન પોસ્ટના એક અલગ સર્વેમાં પણ આજ પ્રકારના વલણો જોવા મળ્યા, જેમાં 45 ટકા લોકોએ વિરોધ કર્યો, માત્ર 25 ટકા લોકોએ સમર્થન કર્યું અને 30 ટકા લોકોએ કોઈ જવાબ ન આપ્યો. અહીં સુધી કે ટ્રમ્પના વફાદારોમાં પણ તિરાડોના સંકેતો જોવા મળ્યા છે. સ્ટીવ બેનન જેવા MAGA-સહયોગીઓએ સાર્વજનિક રૂપે ચેતવણી આપી છે કે ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકને તોડી નાખશે. તેમના કટ્ટર સમર્થકોએ પણ ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટવાળા નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે.
Related Posts
Top News
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
Opinion
