સુરત મેટ્રોની બેદરકારીને કારણે સુરતમાં ખાડી પૂર આવ્યું?

સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે શહેર નર્કાગાર બની ગયું છે. વર્ષોથી સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને ઠેર ઠેર ખાડા ખોદી નાંખવાને કારણે, ઠેર ઠેર બેરીકેડ મુકી દેવાને કારણે શહેરની પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે. સુરતમાં તાજેતરમાં 2 દિવસ મૂશળધાર વરસાદ પડ્યો, પરંતુ અનેક વિસ્તારોમાં ખાડી પૂરના પાણીને ઉતરતા 5 દિવસ લાગ્યા.

 આ બાબતે સુરત મહાનગર પાલિકાના મેયર, કમિશ્નર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને મેટ્રોના અધિકારીઓને બોલાવીને તતડાવ્યા હતા અને કહ્યુ હતું કે, ડ્રેનેજ લાઇન તોડી નાંખવાને કારણે, ઠેર ઠેર ખાડાને કારણે ખાડીપૂરના પાણી ઉતર્યા નથી. 4 દિવસમાં રોડ સરખા કરવા પાલિકાએ મેટ્રોના અધિકારીઓને તાકીદ કરી છે. મેયર દક્ષેશ માવાણી કહ્યુ કે, હવે પત્ર-વ્યવહાર કરતા નહીં, નહીં તો CMO-PMOમાં ફરીયાદ કરીશું.કમિશ્નર શાલીની અગ્રવાલે કહ્યુ હતું કે હવે શહેરની દશા બગાડી છે તો પ્રજામાં તમારો નંબર જાહેર કરી દઇશું.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.