બાબા રામદેવને કોર્ટનો ફરી ઝટકો, ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ નેગેટિવ એડ હટાવવા કહ્યું

દિલ્હી હાઈકોર્ટે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ નકારાત્મક કે ભ્રામક જાહેરાતો ન બતાવવાનો નિર્દેશ આપ્યો છે. ડાબર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કર્યા પછી, જસ્ટિસ મીની પુષ્કર્ણાએ આ મામલે વચગાળાનો આદેશ આપ્યો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ડાબરે કોર્ટને જણાવ્યું હતું કે, આવી જાહેરાતો ફક્ત તેમના ઉત્પાદનને બદનામ કરતી નથી, પરંતુ ગ્રાહકોને પણ ગેરમાર્ગે દોરે છે. ચ્યવનપ્રાશ એક પરંપરાગત આયુર્વેદિક દવા છે, જે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટના નિયમો અનુસાર બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, અન્ય બ્રાન્ડ્સને સામાન્ય કહેવું ખોટું, ભ્રામક અને નુકસાનકારક છે.

Patanjali Advertisement
bharatexpress.com

આ કેસમાં, ડાબર વતી વરિષ્ઠ વકીલ સંદીપ સેઠી અને વકીલો R જવાહર લાલ, અનિરુદ્ધ બખરુ અને મેઘના કુમાર કોર્ટમાં હાજર થયા. પતંજલિ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ નાયર અને જયંત મહેતાએ વકીલાત કરી. સંદીપ સેઠીએ કોર્ટને કહ્યું, 'પતંજલિ તેની જાહેરાતમાં ડાબરના ચ્યવનપ્રાશને સામાન્ય અને આયુર્વેદની પરંપરાથી દૂર કહીને ઉત્પાદનની છબીને નુકસાન પહોંચાડી રહી છે. આ જાહેરાતમાં સ્વામી રામદેવ પોતે કહેતા જોવા મળે છે કે, જેમને આયુર્વેદ અને વેદોનું જ્ઞાન નથી તેઓ પરંપરાગત ચ્યવનપ્રાશ કેવી રીતે બનાવી શકે?'

Patanjali Advertisement
economictimes.indiatimes.com

આ ઉપરાંત, ડાબરે કહ્યું કે પતંજલિની જાહેરાતમાં 40 ઔષધિઓ ધરાવતા ચ્યવનપ્રાશને સામાન્ય કહેવામાં આવ્યું છે. આ તેમના ઉત્પાદન પર સીધો હુમલો છે. ડાબરનો દાવો છે કે તેનો ચ્યવનપ્રાશ 40+ જડીબુટ્ટીઓથી બનેલો છે. ડાબર કહે છે કે, ચ્યવનપ્રાશ બજારમાં તેનો હિસ્સો 60 ટકાથી વધુ છે.

Patanjali Advertisement
navjivanindia.com

ડાબરે કહ્યું કે, પતંજલિની જાહેરાત એ પણ સંકેત આપે છે કે અન્ય બ્રાન્ડના ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. ડાબરે દલીલ કરી હતી કે, પતંજલિ આવી વિવાદાસ્પદ જાહેરાતો માટે સુપ્રીમ કોર્ટમાં અવમાનનાના કેસોમાં ફસાઈ ચૂકી છે. તે સ્પષ્ટ છે કે તે વારંવાર આવું કરે છે. આ કેસની આગામી સુનાવણી 14 જુલાઈએ થશે. હાલમાં, પતંજલિ ચ્યવનપ્રાશની જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.