- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -14-11-2025
વાર- શુક્રવાર
મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો.
વૃષભ - ઘર પરિવારના કામોમાં સહાનુકુળતા રહેશે, ભાગીદારીના કામોમાં લાભ થાય, ધંધા નોકરીમાં વધારે ધ્યાન આપી શકશો.
મિથુન - બહાર કે બહારગામના કામમાં સાચવવું, ભાઈ બહેનો સાથે સુમેળ વધે, સંતાનોની બાબત માં આનંદ રહે.
કર્ક - આર્થિક દૃષ્ટિએ પરિણામ મિશ્ર રહે, પરિવારના લોકોની પ્રગતિમાં ભાગીદાર બનો, ધાર્મિકતામાં વધારો થાય.
સિંહ - પતિ પત્નીના વિવાદોમાં સાચવવું, સંબંધો વધારે બગડી શકે છે, તમારા સાહસિક કામથી આર્થિક પ્રગતિ થશે, ભાગીદારીમાં દરાર પડી શકે છે.
કન્યા - શત્રુઓ સામે લાપરવાહી નુકશાન પહોંચાડશે, બીમારીમાં દવા લેવામાં કાળજી રાખવી, મોસાળ પક્ષ તરફે વિવાદ ટાળવો.
તુલા - વિદ્યા અભ્યાસના કામોમાં ધ્યાન આપી શકશો, સમાજમાં નામના પ્રતિષ્ઠામાં વધારો થાય, આવક માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક - અજાણ્યા લોકો સાથે આર્થિક વ્યવહાર ન થાય સાચવવું, ઘરમાં કોઈ ખર્ચાઓ આવી શકે છે, ઉપરી વર્ગથી વિરોધ ન કરવો.
ધન - આજે કોઈપણ સાહસ મોટા નુકસાન તરફ લઈ જઈ શકે છે, ઘર પરિવારના વિવાદોનો અંત લાવો, નિત્યકર્મમાં અરુચિથી બચો.
મકર - ધનની પરિસ્થિતિ બગડે નહીં ધ્યાન આપો, તમારી વાણી ખોટી પડી શકે છે, આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવી.
કુંભ - ભાગીદારીના કામમાં સાવચેતી રાખો, નોકરી ધંધાના કામમાં બહાર જવુ ટાળવુ, પોતાના ઉપર વધુ ધ્યાન આપો.
મીન - પાણી જન્ય રોગોથી સાચવવું, કાયદાકીય કામોમાં વધુ ધ્યાન આપવું, કારણ વગરના વિવાદોમાં વધારો થશે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

