- Gujarat
- આ વખતે જૂનમાં હવામાનની ધારણા કરતા ડબલ વરસાદ પડ્યો, કારણ જાણો
આ વખતે જૂનમાં હવામાનની ધારણા કરતા ડબલ વરસાદ પડ્યો, કારણ જાણો

આ વખતે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. ગુજરાતમાં છેલ્લાં 13 વર્ષમાં માત્ર 2023ને બાદ કરતા પહેલીવાર એવુ બન્યું કે જૂન મહિનામાં જ વધારે વરસાદ પડી ગયો. હવામાન ખાતાની ધારણા હતી કે આ વખતે જૂન મહિનામાં ગુજરાતમાં 4 ઇંચ વરસાદ પડશે તેને બદલે 28 જૂન સુધીમાં જ 8.7 ઇંચ વરસાદ પડી ગયો છે. વર્ષ 2023માં જૂન મહિનામાં 9.2 ઇંચ વરસાદ પડ્યો છે. આ વખતે 30 જૂન સુધીમાં 2023નો રેકોર્ડ તુટી શકે છે.
હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે, આવું એટલા માટે બન્યું કારણકે, આ વખતનું સરક્યુલેશન અરબ સાગરમાંથી આવ્યું છે. બીજુ કે દરિયાનું અને જમીનનું તાપમાન ઉંચુ ગયું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે નોર્મલ તાપમાન હોય તેનાથી 2 ડીગ્રી વધારે તાપમાન રહ્યું. જ્યારે તાપમાન વધારે રહે છે ત્યારે વરસાદી સીસ્ટમ મજબુત બને છે.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
