રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી

જાણીતા અભિનેતા રાજપાલ યાદવ હાલ ચર્ચામાં છે. 9 કરોડનું દેવું ન ચૂકવવાના કારણે તેમણે 5 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં સરન્ડર કર્યું હતું. જેલ જતી વખતે તેમનું ભાવુક નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે પોતાની પાસે પૈસા ન હોવાની વાત કહી હતી. ભલે રાજપાલ જેલમાં હોય, પરંતુ બહાર તેમના સમર્થનમાં સેલેબ્સ અને ચાહકો ઉભા રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે રાજપાલને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે, પરંતુ શું ખરેખર એવું છે?

રાજપાલ યાદવના મોટા ભાઈ શ્રીપાલ યાદવે સેલેબ્સ દ્વારા કરવામાં આવી રહેલા આર્થિક મદદના દાવાઓની પોલ ખોલી છે. એક તરફ જ્યાં રાજપાલની પત્ની રાધાએ સેલેબ્સનો તેમના સપોર્ટ માટે આભાર માન્યો છે અને તેમના મેનેજર ગોલ્ડીએ પણ ઈન્ડસ્ટ્રીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, ત્યાં બીજી તરફ રાજપાલના ભાઈનું કહેવું છે કે અત્યાર સુધી તેમને કોઈ પૈસા મળ્યા નથી.

02

દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં શ્રીપાલ યાદવે સવાલ પૂછ્યો કે, "ક્યાં છે એ મદદના પૈસા?" તેમણે વધુમાં જણાવ્યું કે- ઘણા લોકોએ રાજપાલને મદદ કરવાની વાત કહી છે. જો એવું હોય તો તેઓ જણાવે કે પૈસા ક્યાં આપવામાં આવ્યા છે? જે વ્યક્તિ રાજપાલનું એકાઉન્ટ હેન્ડલ કરે છે, તેમણે હજુ સુધી કોઈ પણ પ્રકારની આર્થિક મદદની પુષ્ટિ કરી નથી. મારો સવાલ એ છે કે જો મદદ કરી છે, તો પૈસા કોને આપ્યા છે?

શ્રીપાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જો કોઈએ ખરેખર મદદ કરી હોય તો પરિવાર તેમનો આભારી રહેશે, પરંતુ જો માત્ર સોશિયલ મીડિયા પર નિવેદનબાજી જ થઈ રહી હોય તો તે તદ્દન ખોટું છે.

શ્રીપાલે જણાવ્યું કે જેલમાં સરન્ડર કરતા પહેલા રાજપાલે જલ્દી પાછા ફરવાનું વચન આપ્યું હતું. તેમના મતે, રાજપાલ એ વાત સાબિત કરશે કે તેમણે કોઈ દેવું લીધું નહોતું, પરંતુ મૂવીમાં પૈસા રોક્યા હતા.

એક તરફ રાજપાલ જેલમાં છે, તો બીજી તરફ તેમના ઘરે ઉજવણીનો માહોલ છે. રાજપાલની ભત્રીજી એટલે કે શ્રીપાલની દીકરીના લગ્ન થવાના છે. પરિવારને આશા છે કે લગ્ન સુધીમાં રાજપાલ ઘરે પરત ફરી જશે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મુસાફરો સાથે સારી રીતે વાતચીત કરવા અને જાહેર પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના તમામ વાણિજ્યિક વાહન ચાલકો...
National 
મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.