શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને સુપર 8માં પ્રવેશી ગઈ છે. 15મી તારીખે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી મોટી ગ્રુપ સ્ટેજ મેચ થઈ, જેમાં ટીમ ઈન્ડિયા એકતરફી રીતે જીતી ગઈ. આ વખતે, એવી આગાહી કરવામાં આવી હતી કે, પાકિસ્તાન કઠિન લડાઈ આપશે, પરંતુ પડોશી દેશે રમતના મેદાન પર હથિયાર સંપૂર્ણપણે નીચે મૂકી દીધા. પાકિસ્તાનના ઇતિહાસમાં આ આઠમી વખત છે જ્યારે પાકિસ્તાન આ હારનો સામનો કરી રહ્યું છે. આ હારને ન ખેલાડીઓ કે ન તો ભૂતપૂર્વ ક્રિકેટરો પચાવી શક્યા. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવી પર પ્રહાર કર્યા હતા, જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ત્રણ સિનિયર ખેલાડીઓને ઠપકો આપ્યો હતો અને તેમને હટાવવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે, આફ્રિદીએ તેમના જમાઈ શાહીન આફ્રિદીને પણ ખુબ ફટકાર લગાવી હતી.

Shahid Afridi
freepressjournal.in

શાહિદ આફ્રિદીનું દુઃખ એક લાઈવ TV શોમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું. ભારત સામે 61 રનની કારમી હાર પછી, તેમણે સિનિયર ખેલાડીઓ શાહીન આફ્રિદી, બાબર આઝમ અને શાદાબ ખાનને ઠપકો આપ્યો. આફ્રિદીએ સ્પષ્ટપણે કહ્યું કે તેમને બહાર કરવાનો સમય આવી ગયો છે. તેમણે આ ફ્લોપ ખેલાડીઓને બદલવા માટે જુનિયર ખેલાડીઓની હિમાયત કરી. આફ્રિદી ઇચ્છે છે કે 18મી તારીખે પાકિસ્તાન નામિબિયા સામે ટકરાશે ત્યારે નવા ખેલાડીઓને તક આપવામાં આવે, જેથી તેઓ પોતાનો આત્મવિશ્વાસ વધારી શકે અને ટીમને વધુ સારા ખેલાડીઓ મળી શકે.

Shahid Afridi
republicbharat.com

બાબર, શાહીન અને શાદાબ વિશે આફ્રિદીએ કહ્યું, 'આપણે બધા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ. તેઓ ઘણા સમયથી રમી રહ્યા છે, બસ તેઓ રમી જ રહ્યા છે. જ્યાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આ ટીમ સામે સારું પ્રદર્શન કરશે, ત્યાં ઘણા બધા સિનિયર ખેલાડીઓ છે. જો સિનિયર પ્રદર્શન નથી કરી રહ્યા, તો પછી બહાર બેઠેલા જુનિયર ખેલાડીઓને રમાડો, એમાં શું મોટો ફરક પડી જશે?' શાહીન આફ્રિદી એ જ ખેલાડી છે જેની સાથે શાહિદ આફ્રિદીની પુત્રી અંશા આફ્રિદીના લગ્ન થયા છે.

હવે પ્રશ્ન એ છે કે આફ્રિદી આ ત્રણેય ખેલાડીઓથી આટલો ગુસ્સે કેમ છે. આ પાછળનું કારણ છે તેમનું નબળું પ્રદર્શન. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે આ ત્રણેય ખેલાડીઓ ફ્લોપ થયા હતા. બાબર આઝમે 7 બોલમાં 5 રન બનાવ્યા, જ્યારે શાહીન આફ્રિદીએ માત્ર 2 ઓવરમાં જ 31 રન આપી દીધા. જ્યારે, શાદાબ ખાને 1 ઓવરમાં 17 રન આપ્યા અને બેટથી પણ કઈ ખાસ કરી શક્યો ન હતો. જો આ ખેલાડીઓએ સિનિયોરિટી બતાવી હોત, તો પાકિસ્તાનનો 61 રનથી શરમજનક પરાજય થયો ન હોત.

Shahid Afridi
abplive.com

હવે મેચની વાત કરીએ તો, ભારતે શાનદાર બેટિંગ કરી પહેલી ઓવરમાં 175 રન બનાવ્યા અને પછી પાકિસ્તાનને 118 રનમાં ઓલઆઉટ કર્યું. શાહીને 2 ઓવરમાં 31 રન આપ્યા, છેલ્લી ઓવરમાં 16 રન આપ્યા. જ્યારે લક્ષ્યનો પીછો કરવાનો સમય આવ્યો, ત્યારે પાકિસ્તાની બેટિંગ લાઇનઅપ પત્તાના મહેલની જેમ તૂટી ગયું અને ભાગ્યે જ 118 રન બનાવી શક્યું. આ જીત સાથે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 8-1 થઇ ગયો છે.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.