લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નને કારણે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે વિવાદ સર્જાયો છે.

પ્રેમ લગ્ન બાદ સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ગાયિકાએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી સોશિયલ મીડિયા પર પોતાની અને પતિની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.  56 સેકન્ડના વીડિયોમાં સિંગર કિંજલ રબારીએ જણાવ્યું કે, ‘મેં ચૌધરી અશોકકુમાર સાથે લગ્ન કર્યાં છે. પરિવારને મનાવવાના મેં ઘણા પ્રયત્નો કર્યાં હતા, પરંતુ તેઓ મારા લગ્નના વિરોધમાં હતા, એટલે ગઈકાલે મેં મારા પતિને જાણ કરતા તેઓ મને આવીને લઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં મારા પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે.

kinjal-rabari2
divyabhaskar.co.in

તેણે વધુમાં જણાવ્યું કે, હું રબારી સમાજને કહેવા માગુ છું કે, ‘મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે, પરંતુ મને હાલમાં બદનામ કરવામાં આવી રહી છે જે ખોટું છે. મારા તેમજ મારા પતિના જીવનું જોખમ છે જેથી મેં એડવોકેટનો સંપર્ક કરીને પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. મારા લગ્નને લઈને કોઈપણ અફવા ફેલાવવી નહીં. મને અથવા મારા પતિને કોઈપણ નુકસાન પહોંચ્યું તો એના માટે મારો પરિવાર જવાબદાર રહેશે.

https://www.instagram.com/reel/DVxSyx2CPac/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સિંગર કિંજલ રબારી રાધનપુરના નાનકડા સિનાડ ગામની છે તેણે ધો-1થી 8 સુધી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. આજ શાળામાં ભણતા તેના મોટાભાઈ કિરણ રબારી શાળામાં ભજન ગાતા હતા. ત્યારે કિંજલે પણ શાળામાં ભજન ગાવાની ઇચ્છા દર્શાવતા તેના મોટાભાઈએ શિવજીનું ભજન ગાવા માટે આપ્યું હતું હતું.

ત્યારબાદ તેની ગીત સંગીતમાં રુચિ જાગી. ત્યારબાદ  શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થિનીને પ્રોત્સાહન આપ્યું હતું. શાળામાં કિંજલ સહિત 2-3 બાળ કલાકાર દરરોજ પ્રાર્થના કે ગીત સંગીતની સ્પર્ધામાં જરૂર સહભાગી બનતી હતી. તેનું મનોબળ વધે તે માટે શાળાના આચાર્ય તેજાભાઈ જાદવે શાળામાં સાઉન્ડ સિસ્ટમ વસાવ્યું હતું અને કિંજલ સહિતના વિદ્યાર્થીઓને સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી માઈક પર ગાવાનો અનુભવ મળ્યો અને ધીમે-ધીમે ઉતાર-ચડાવ બાદ કિંજલ રબારી ગુજરાતની ફેમસ લોક કલાકાર બની ગઈ.

kinjal-rabari1
divyabhaskar.co.in

રાધનપુર તાલુકાના નાનકડા સિનાડ ગામની સરકારી પ્રાથમિક શાળાએ ગુજરાતને કોયલ કંઠી સિંગર આપી છે. કિંજલ રબારીએ દેશી લગ્ન ગીતો’, ‘લોકગીતો’, માતાજીના અનેક ગીતો ગાયા છે. કલાકારની કારકિર્દીમાં તેની ગામની સરકારી પ્રાથમિક શાળાની મહત્ત્વની ભૂમિકા રહી છે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.