- National
- શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
મહારાષ્ટ્રની રાજનીતિમાં થોડા દિવસોથી ચાલી રહેલો ગણગણાટ હવે ધીમે-ધીમે એક મોટા રાજનીતિક ઉથલ-પાથલ તરફ ઈશારો કરી રહ્યો છે. ગયા અઠવાડિયે ગુરુવારે વિધાનસભા પરિષદના અધ્યક્ષ રામ શિંદેના ચેમ્બરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે 20 મિનિટ બંધ બારણે થયેલી મુલાકાતે રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠક અચાનક થઈ નહોતી, પરંતુ પૂર્વ નિયોજિત હતી. આ એ રાજનીતિક વાતચીતનો હિસ્સો બતાવવામાં આવી રહ્યો છે, જેની શરૂઆત ઉદ્ધવના પુત્ર અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેની ફડણવીસ સાથે થયેલી પહેલી મુલાકાતથી શરૂ થઈ હતી. હેરાનીની વાત એ છે કે, જ્યારે આ બેઠક થઈ તો રામ શિંદે પોતે તેમના ચેમ્બરમાં ઉપસ્થિત નહોતા.
2 દિવસ બાદ ફડણવીસ અને આદિત્ય ઠાકરેની એક હૉટલમાં ઉપસ્થિતિએ અટકળોને વધુ વેગ આપી દીધો. આ બેઠકોમાં ત્રણેય નેતાઓ સાથે પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતા સામેલ નહોતા, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે વાતચીતનો વિષય ખૂબ જ ગોપનીય અને સંવેદનશીલ રહ્યો હશે. આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના મંત્રીઓ અને ધારાસભ્યો પર હુમલાઓ તેજ કરી દીધા છે. શિવસેના (UBT)ના નેતાઓ અંબાદાસ દાનવે અને અનિલ પરબ તાજેતરના અઠવાડિયામાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શિંદે જૂથના મંત્રીઓ અથવા તેમના પરિવાર સીધી રીતે જોડાયેલા છે. મંત્રી સંજય શિરસાટના પુત્રની હોટલ ડીલથી લઈને ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમની માતાના નામે જાહેર કરાયેલા બાર લાઇસન્સ સુધી, એક બાદ એક ખુલાસાઓએ શિંદે જૂથની પરેશાની વધારી દીધી છે.
બીજી તરફ, અનિલ પરબેએ ખુલાસો કર્યો કે કાંદિવલીમાં એક બારનું લાઇસન્સ રામદાસ કદમની પત્નીના નામ પર છે. આરોપ છે કે અહીં એક ડાન્સ બાર ચાલી રહ્યો હતો, જેને પોલીસ દરોડા બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે રામદાસ કદમને ઉદ્ધવ ઠાકરેના કટ્ટર ટીકાકાર માનવામાં આવે છે. એવામાં, સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શિવસેના (UBT)ને આ સંવેદનશીલ માહિતી ક્યાંથી મળી રહી છે? રાજકીય ગલિયારામાં ચર્ચા ત્યારે વધુ તેજ થઈ ગઈ, જ્યારે ઉદ્ધવ ઠાકરે શનિવારે સામનાના એક્ઝિક્યૂટિવ એડિટર સંજય રાઉતના ઘરે ગયા અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. રાઉતે ઠાકરેને ન માત્ર ઠાકરેને પોતાની પ્રેસ બ્રીફિંગની જગ્યા બતાવી, પરંતુ એ સંદેશ પણ આપ્યો કે તેઓ ઠાકરે જૂથને ફરીથી એક કરવા માટે કામ કરી રહ્યા છે.
આ રાજનીતિક ડ્રામા વચ્ચે BMC ચૂંટણીઓ અંગે પણ શંકાઓ વધી છે. જાણકારોના જણાવ્યા અનુસાર, ચોમાસા બાદ તરત જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ નહીં કરાવવામાં આવે. ચૂંટણી પંચ તેમને 2-3 ચરણોમાં કરાવવાની યોજના બનાવી રહ્યું છે અને સંભવતઃ મુંબઈ, પુણે, થાણે જેવા મોટા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ અંતિમ ચરણોમાં થશે. એટલે કે રાજનીતિક પાર્ટીઓએ વધુ રાહ જોવી પડશે.
શું વિખેરાઈ રહ્યું છે MVA?
દેવેન્દ્ર ફડણવીસ અને ઠાકરે પરિવાર વચ્ચે આ બેઠકો અને સંજય રાઉતની ભૂમિકાને જોતા એવી અટકળો તેજ થઈ ગઈ છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક મોટું ગઠબંધન આકાર લઈ શકે છે. જો ઠાકરે અને ફડણવીસ વચ્ચે કોઈ 'બેકચેનલ ડીલ' થાય છે, તો તે મહાવિકાસ આઘાડી (MVA) માટે ન માત્ર મોટો ઝટકો હશે, પરંતુ શિંદે જૂથની સ્થિતિ પણ નબળી કરી દેશે. હવે બધાની નજર ઉદ્ધવ ઠાકરે કઈ તરફ ઝુકે છે તેના પર ટકેલી છે. વિપક્ષી એકતા માટેના અભિયાન તરઉ કે પછી જૂના સાથી ફડણવીસ તરફ. રાજનીતિક મેદાન પર સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં કંઈક રંધાઈ રહ્યું છે, હવે જોવાનું એ રહેશે કે કોના હિસ્સામાં તેની સુગંધ આવશે અને કોને ઈર્ષ્યા થશે.

