પડી ગયેલો માત્ર એક દાંત પણ તમને મોટા ખર્ચામાં ઉતારી શકે છે

સુરતમાં પ્રેક્ટિસ કરતા એક ડેન્ટલ સર્જન તરીકે હું ઘણી વાર એવા દર્દીઓને મળું છું જે પડી ગયેલા એક દાંતને નાની વાત માને છે. તેઓ કહેતા હોય છે “દુખતો નથી, પછી કરાવીશ.” પરંતુ મોઢામાં એક ખાલી જગ્યા — દેખીતી રીતે નિર્દોષ લાગે પરંતુ સમય સાથે અનેક ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે.

દાંત પડી ગયા પછી શું થાય છે?

 1. હાડકું ઘટવું (Resorption)

 દાંત ન હોય ત્યારે ચાવવાની દબાણશક્તિ અને રૂટનું સ્ટીમ્યુલેશન મળતું નથી. પરિણામે એ ભાગનું જડબાનું હાડકું થોડાં મહિનામાં જ ઘટવા લાગે છે.

 આના પરિણામો:

 - ચહેરો તે ભાગે અંદર ધસાયેલો અથવા સુકાયેલો લાગી શકે — જે વૃદ્ધ હોવાનો દેખાવ આપે છે.

- હાડકું પાતળું અને નીચું થઈ જવાથી ભવિષ્યમાં ઈમ્પ્લાન્ટ અથવા પ્રોસ્ટેસિસ વધુ મુશ્કેલ અથવા મોંઘી પડી શકે.

- આજુબાજુના દાંતનું સપોર્ટ ઘટે છે અને હાડકાની રચના પણ બગડે છે.

03

2. બાજુના દાંત અને ચાવવા પર અસર

 દાંત એકલા નથી રહેતા. એક દાંત પડી જાય તો આસપાસના અને સામેના દાંત ખાલી જગ્યા તરફ ખસવા લાગે છે.

 -બાજુના દાંત ઝૂકવા અથવા ખાલી જગ્યા તરફ સરકવા લાગે છે.

- સામેનો દાંત (અપર/લોવર) ઊંચો-નીચો થઈ જાય છે કારણ કે તેનો સપોર્ટિંગ પાર્ટનર નથી.

3. TMJ ડિસઓર્ડર (જોડાણ સંબંધી સમસ્યા)

-અસમતોલ દબાણ: બાઈટ ગડબડ થતા જડબા પર તાણ વધે છે અને TMJ પર બોજ પડે છે.

-મસલ ટેન્શન અને પીડા: જડબાના માંસપેશીમાં સોજો, માથાનો દુખાવો, ક્લિકિંગ-પોપિંગ જેવા લક્ષણો.

-જોઇન્ટની જગ્યા ઘટવી: દાંત ગુમાવવાથી TMJ joint space ઘટી શકે છે અને જોઇન્ટની સ્થિતિ બદલાઈ શકે છે.

4. પેરીયોડોન્ટલ (પેઢા) રોગોનો ખતરો

દાંત ખસવાથી સફાઈ મુશ્કેલ બને છે, પ્લેક વધે છે અને પેઢાનો રોગ (પાયોરિયા) ઝડપથી વધી શકે છે.

ઊપરાંત, મોઢું સાફ નહીં થવાથી હ્રદયરોગ અને સ્ટ્રોક સાથે સંબંધ સ્થાપિત થયો છે.

5. પોષણ અને ચાવવાની ક્ષમતા પર અસર

સમય સાથે તમે એ તરફ ચાવવાનું ટાળી દેતા હો, જેનાથી કઠણ શાકભાજી, નટ્સ વગેરે ટાળી દેવામાં આવે છે અને મહત્વના પોષકતત્ત્વોથી વંચિત રહી શકો છો. ચાવવાની ક્ષમતા ઘટે છે અને અન્ય દાંત અને માંસપેશીઓ પર દબાણ વધે છે.

01

ઉપચાર શું કરી શકાય?

-ડેન્ટલ ઈમ્પ્લાન્ટ શ્રેષ્ઠ વિકલ્પોમાંનો એક છે — તે દાંતના ક્રાઉન અને રૂટ બન્ને બદલે છે, હાડકાંને સપોર્ટ આપે છે અને ચાવવું સહેલું બનાવે છે.

મારા ક્લિનિકલ અનુભવથી હું સલાહ આપું છું કે

- જો સમયસર ઉપચાર ન કરાવો તો થોડાં મહિનામાં જ હાડકું ઘટે છે. વિલંબ કરશો તો બોન graft, sinus lift અથવા orthodonticsની જરૂર પડી શકે છે. એક દાંત ગુમાવ્યા પછી અવગણશો નહીં. ભલે દુખાવો ન હોય, પરંતુ અંદરથી નુકસાન થઈ રહ્યું હોય છે.

About The Author

Dr. Risshi D. Bhatt Picture

Dr. Risshi Bhatt is a dental surgeon specializing in TMJ disorders and facial pain. He leads the RR Dental and Maxillofacial Clinic, known for its integrated approach to jaw and sleep-related conditions. Passionate about patient education and preventive care, Dr. Bhatt bridges the gap between dentistry and overall wellness.

Related Posts

Top News

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને...
National 
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારે ફિક્સ ભાડું નક્કી કર્યું, 500 કિમીના લઈ શકશે આટલા રૂપિયા

ઈન્ડિગો એરલાઇન્સમાં સર્જાયેલા સંકટ અને વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં...
National 
ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારે ફિક્સ ભાડું નક્કી કર્યું, 500 કિમીના લઈ શકશે આટલા રૂપિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.