- Astro and Religion
- આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે
તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે છે
મેષ: રાશિના જાતકોને સારિરિક કષ્ટ પીડા વાગવા પડવાનું થઈ શકે છે, તો સાચવવું અચાનક કોઈ ધન લાભ પણ થઈ શકે છે.
વૃષભ: રાશિના જાતક માટે પ્રેમ સંબંધમાં તકલીફો આવી શકે છે, સંતાનો બાબતમાં ચિંતા વધી શકે છે, તમારી આવકમાં વધારો થશે, સમાજમાં નામ પ્રતિષ્ઠામાં વધારો થાય.
મિથુન: રાશિના જાતકોને આ સમયમાં ઘરમાં નવી વસ્તુઓ વસાવવા પાછળ કે સમારકામ પાછળ ખર્ચ આવી શકે છે, નોકરી ધંધામાં વધારો થશે, મહેનત વધતા વળતર પણ વધશે.
કર્ક: રાશિના જાતક માટે સાહસ ખૂબ સાચવીને કરવુ, ભાઈ બહેનોનો વ્યવહાર અચાનક બદલાય, યાત્રા પ્રવાસમાં ખર્ચ વધશે.
સિંહ: રાશિના જાતકો માટે ધનની વૃદ્ધિનો આ સમય, વાણી પર સંયમ રાખવો જરૂરી, શુધ્ધ ખોરાક લેવાની આદત રાખશો નહિતર તબિયત બગડશે.
કન્યા: રાશીના જાતકો આ સમયની અંદર પોતાના નીતિ અને નિયમોનું ઘડતર કરી નોકરી ધંધામાં પ્રગતિ કરશે, ધર્મકાર્ય કરી શકશો.
તુલા: રાશિના જાતક માટે કોર્ટ કચેરી તથા કાયદાકીય કામમાં સાવચેતી રાખવી, તમારા ખર્ચમાં વધારા સાથે આવકમાં પણ વૃધ્ધિના યોગ છે, મહેનત વધારવી.
વૃશ્ચિક: રાશિના જાતકોને પોતાની કરેલી મહેનતનું ફળ મળશે, કામ ધંધામાં વધારો થશે, સંતાન બાબતની સમસ્યાઓનો નિકાલ લાવી શકશો.
ધન: રાશિના જાતકો માટે ઘર પરિવારમાં ચિંતાનું વાતાવરણ હળવું થાય, આર્થિક દૃષ્ટિએ સારો સમય, ધંધા નોકરીમાં પ્રગતિ કરાવશે.
મકર: રાશિના જાતકો માટે યાત્રા પ્રવાસના યોગ બને છે પણ સાવચેતી જરૂરી, સાહસ કરવા માટે ઉત્તમ સમય, કષ્ટ પીડામાં રાહત થશે.
કુંભ: રાશિના જાતકો માટે આર્થિક લાભની સંભાવનાઓ વધશે, તમારી વાણીની પ્રશંસા થાય, રોગ પીડામાં વધારો થઈ શકે છે, સાવચેતી રાખવી.
મીન: રાશિના જાતકો માટે લાભની આશાઓ વધશે, ભાગીદારીના કામોમાં મિશ્ર પરિણામ મળે, ધંધામાં કામ વધતા થાક અને આનંદ બંનેનો અનુભવ થશે.
મંગળ બુધના ઘરમાં ભ્રમણ કરે છે, મંગળ ગ્રહ પર ગણેશ ભગવાનનું પ્રભુત્વ હોવાથી ગણેશજીને લીલું વસ્ત્ર દુર્વા અને લીલા કલરના ફળ અર્પણ કરવાથી મંગળ ગ્રહના દુષ્પ્રભાવમાં રાહત થાય, આપનો આ સમય મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

