- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 12-12-2025
વાર: શુક્રવાર
મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો, રામ દરબારના દર્શન અવશ્ય કરો.
વૃષભ - ભાઈ-બહેન સંબંધ મજબૂત બને, ધંધાકીય લાભો તમે મેળવી શકશો, ગણેશજીને સુગંધિત વસ્તુ અવશ્ય અર્પણ કરો.
મિથુન - તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે, તમારી વાણીથી તમારું કામ સરળ બને, ભગવાન ગણેશ સાથે માં સરસ્વતીનું ધ્યાન ધરો.
કર્ક - તમારી લાગણીઓમાં વધારો થશે, યાત્રા પ્રવાસ થઈ શકે, આજના દિવસે તમારે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરવું.
સિંહ - શરદી-ખાંસી માથાના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે, તમારી બચતમાં વધારો થશે આજે માં લક્ષ્મીનું ધ્યાન કરો.
કન્યા - આજે તમારા આર્થિક લાભમાં વૃદ્ધિ થશે, વિદ્યા અભ્યાસમાં વધારે ધ્યાન આપવુ, આજે મહાકાળી માતાનું ધ્યાન કરો.
તુલા - કામ ધંધામાં સહાનુકુળતા રહે, ઘર પરિવારમાં તણાવ ઓછો કરવા પ્રયાસ વધારો, ભગવાન ગણેશજીને આજે દુર્વા કે મીઠું પાન અવશ્ય અર્પણ કરવું.
વૃશ્ચિક - હરવા ફરવામાં આનંદ રહે, નસીબના જોરથી ધંધામાં પ્રગતિ થશે, આજે તમારા ઈષ્ટ દેવનું ધ્યાન કરો.
ધન - કોઈને વાયદો કરતા સો વખત વિચારજો, ભક્તિમાં વધારો થશે, આજે પક્ષીઓને ચણ નાખો.
મકર - મનમાં સતત વિચારો રહ્યા કરશે, લાગણીઓમાં વધારો થશે, તમે ધ્યાન કે પ્રાણાયામ અવશ્ય કરો.
કુંભ - અચાનક કોઈ ખર્ચા આવી શકે છે, તમારી છબીમાં સુધારો થશે, આજે તમે ગાય માતાને ભોજન કરાવો.
મીન - સંતાનો બાબત ચિંતા રહે, તમારા આર્થિક લાભ અટકતા દેખાશે, તમારા ગુરુજનના આશીર્વાદ અવશ્ય લેજો, આપનો દિવસ મંગલમય રહે.

