મહિનાની અંદર મહિલાએ બે બાળકોને જન્મ કંઈ રીતે આપી દીધો? જન્મના બે દિવસ અગાઉ ઇશ્યૂ થઈ ગયો જન્મનો દાખલો

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ અંતિમ તબક્કામાં છે. અંતિમ મતદાર યાદી 28 ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થવાની છે. સુનાવણી કોઈપણ કિંમતે 21 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાની છે. એક અંદાજ મુજબ, લગભગ 32 લાખ નામો અનમેપ્ડ છે, જેની સુનાવણી થવાની છે. ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને આ વ્યક્તિઓના ડેટા ઉકેલવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પંચને બંગાળમાં એવા કિસ્સાઓ પણ મળ્યા છે જ્યાં બે બાળકોના જન્મના સમયમાં ખૂબ જ ઓછું અંતર છે. એક કેસમાં એવો પણ મળ્યો છે જ્યાં જન્મના બે દિવસ અગાઉ જન્મ પ્રમાણપત્ર જાહેર થઈ ચૂક્યું છે.

એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ, કોલકાતાના દક્ષિણી બાહ્ય વિસ્તારમાં આવેલા મેતિયાબુરુઝ વિસ્તારમાં એક મહિલાને એક મહિનાની અંદર 2 બાળકો થવાની વાત સામે આવી છે. એસ.કે. ઇર્શાદ અને શેખ નૌશાદ ભાઈઓ છે. SIR પ્રક્રિયા દરમિયાન સબમિટ કરાયેલા દસ્તાવેજોમાં બંને ભાઈની ઉંમરમાં એક મહિના કરતા પણ ઓછા સમયનો તફાવત છે.

SIR2
asianage.com

મોટા ભાઈના દસ્તાવેજમાં તેની જન્મ તારીખ 5 ડિસેમ્બર, 1990 અને નાના ભાઈની જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1991 દર્શાવવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવારના તમામ 10 સભ્યોની ઓળખ થઈ છે. એવું લાગે છે કે, તેમના માતા-પિતા એક જ છે. સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા તમામ 10 વસ્તી ગણતરી ફોર્મ અને દસ્તાવેજોમાં પરિવારના વડા એસ.કે. અબ્દુલને તેમના પિતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. મનોવારા બીબીનું નામ સતત માતા તરીકે લખવામાં આવ્યું છે. 10 બાળકોમાંથી 4નો જન્મ 1 જાન્યુઆરીએ થયો છે.

આવો જ એક કિસ્સો ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાનગરમાંથી પણ સામે આવ્યો છે. બે દિવસ પહેલા એક વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. એક મતદાર SIR 2002 સાથે 5 વર્ષની ઉંમરે મેપ કરવામાં આવ્યો, જ્યારે બીજો 13 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું.

SIR1
ddnews.gov.in

સુનાવણી દરમિયાન, પંચને જાણવા મળ્યું કે પપીલ સરકાર દ્વારા રજૂ કરાયેલ જન્મ પ્રમાણપત્રમાં તારીખ 6 માર્ચ, 1993 લખવામાં આવી હતી, પરંતુ તેનું જન્મ પ્રમાણપત્ર તેના જન્મના બે દિવસ અગાઉ 4 માર્ચ, 1993ના રોજ નોંધાયેલું હતું. SIRનું કામ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આવા કેસોમાં વિલંબ થઈ રહ્યો છે, કારણ કે આ કેસ ચકાસણી માટે ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર પાસે મોકલવામાં આવે છે. સંબંધિત હોસ્પિટલ ઓથોરિટી પાસે પણ ખરાઈ કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.