- World
- આ દેશના પાસપોર્ટમાં ગજબની કલાકારી, કોઈ ડુપ્લીકેટ પણ બનાવી શકે એવો છે
આ દેશના પાસપોર્ટમાં ગજબની કલાકારી, કોઈ ડુપ્લીકેટ પણ બનાવી શકે એવો છે
દુનિયાના મોટાભાગના દેશોના પાસપોર્ટ પરંપરાગત ડિઝાઇનને ફોલો કરે છે, પરંતુ સ્વિત્ઝર્લેન્ડે આ સરળ ડિઝાઇનને બદલી નાખી છે. આ દેશનો પાસપોર્ટ ટેક્નોલોજી અને આર્ટનો એક શાનદાર કોમ્બો બની ગયો છે. દુનિયાના સૌથી પાવરફૂલ પાસપોર્ટની લિસ્ટમાં સામેલ સ્વિત્ઝર્લેન્ડનો પાસપોર્ટ પોતાની અનોખી ડિઝાઇનને લઈને ચર્ચામાં છે. આ પાસપોર્ટ દુનિયાના 189 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલ ઓફર કરે છે. હાલમાં તે સૌથી પાવરફૂલ પાસપોર્ટની લિસ્ટમાં ચોથા નંબરે છે. સ્વિત્ઝર્લેન્ડના નવા પાસપોર્ટમાં અલગ જ ડિઝાઇન મળશે. તેને RETINNA નામના સ્ટૂડિયો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે જીનીવામાં સ્થિત છે.
સ્વિત્ઝર્લેન્ડનો નેક્સ્ટ જનરેશન પાસપોર્ટમાં દેશના વિવિધ વિસ્તારોની ઝલક દેખાશે. ડિઝાઇનની સાથે જ તેમાં સુરક્ષાનું પણ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પાસપોર્ટ લાલ કવર સાથે આવે છે, જેના પર સ્વિસ ક્રોસ બનેલો છે. તેના પર 5 અલગ-અલગ ભાષાઓમાં 'સ્વિસ પાસપોર્ટ' લખેલું છે. રસપ્રદ વાત એ છે કે આ પાસપોર્ટમાં માઇક્રોપ્રોસેસર પણ લગાવવામાં આવ્યું છે.
https://www.instagram.com/reel/DImAYSqOhc1/?utm_source=ig_web_copy_link
RETINNAએ આ પાસપોર્ટમાં UV લાઇટ્સને લઈને એક ખાસ ફીચર જોડ્યું છે. આ કારણે પાસપોર્ટ એક ઇન્ટરેક્ટિવ પાસપોર્ટમાં બદલાઈ જાય છે. પાસપોર્ટના પાના પર જ્યારે UV લાઇટ્સ પડે છે, તો તેની સિક્રેટ લાઇન્સ દેખાવા લાગે છે. તેના પાનાંઓમાં અલગ-અલગ તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં, તમને સ્વિત્ઝર્લેન્ડનો નકશો જોવા મળશે.
આ પાસપોર્ટને ડિઝાઇન કરનાર કંપની RETINNAનું કહેવું છે કે, ‘ફિઝિકલ સિક્યોરિટી જ્યારે ડિજિટલ સિક્યોરિટીને મળે છે. સ્વિસ પાસપોર્ટના ડેટા પેજમાં તેના હોલ્ડરના બાયોમેટ્રિક્સ છુપાયેલા છે, એટલે તેને હાઇ સિક્યોરિટીની જરૂરિયાત છે. આ ડિઝાઇનનો સૌથી મુશ્કેલ ભાગ હતો. UV લાઇટમાં હોલ્ડરનો ડેટા આઇસોલાઇન્સના એક નેટવર્કને કારણે સુરક્ષિત રહે છે.’ એટલે કે, સ્વિત્ઝર્લેન્ડનો પાસપોર્ટ પોતાની જાતમાં યુનિક છે. જ્યાં સુધી UV લાઈટ તેના પર પડતી નથી, ત્યાં સુધી તે અલગ દેખાય છે. જેવી જ તેના પર UV લાઈટ પડે છે, તેની સુંદરતા અનેકગણી વધી જાય છે. ત્યારબાદ પાસપોર્ટમાં છુપાયેલી ડિટેલ્સ નજરે પડવા લાગે છે.

