- Central Gujarat
- સરપંચો માંગે છે પગાર, ધારાસભ્યને એક લાખ આપો છો તો અમને કેમ નહીં?
સરપંચો માંગે છે પગાર, ધારાસભ્યને એક લાખ આપો છો તો અમને કેમ નહીં?

ગુજરાત પંચાયત પરિષદે સરકાર સમક્ષ એવી માંગણી કરી છે કે ગામ માટે સમયનો ભોગ આપીને કામ કરતાં ગામના પ્રથમ નાગરિક સરપંચોને દર મહિને રૂ.5 હજારનું માનદ વેતન આપવું જોઈએ. સરપંચ ગામના પ્રશ્ને પોતાના ખર્ચે દોડીને કામ કરે છે. ત્યારે તેમને ખિસ્સા ખર્ચ નિકળે એટલું પાંચ હજારનું માનદ વેતન આપો. પંચાયત પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ કહ્યું કે જો ધારાસભ્યને એક લાખ, સંસદને વર્ષે 25 લાખથી વધારાનું માનદ વેતન મળતું હોય તો સરપંચને પણ પાંચ હજાર જેવી નજીવી રકમ માનદ વેતન તરીકે સરકારે આપવી જોઈએ.
સરપંચ એ ગામના પ્રથમ નાગરિક છે. તેમની વાતની ટેકો આપતાં હોય એમ ઊંઝા તાલુકાના તમામ 65 ગામના સરપંચ એકઠા થયાં હતા અને તેમણે સરપંચોનું એક સંગઠન બનાવીને સરપંચોને આપવામાં આવેલાં અધિકારો ભાજપ સરકારે પોતાની પાસે લઈ લીધા છે તે તુરંત પરત આપવા જોઈએ. તેમણે માંગણી કરી છે તે સરપંચોને માનદ વેતન આપવામાં આવે.
Related Posts
Top News
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
Opinion
