- Entertainment
- 'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. આ આઇકોનિક પૌરાણિક સીરિયલને બી.આર. ચોપડા અને તેમના પુત્ર રવિ ચોપડાએ બનાવી હતી. પોતાના જ્વલંત ભાષણ માટે પ્રખ્યાત મુકેશ ખન્નાએ મહાભારતના કો-સ્ટાર્સને 'આવારા' કહી નાખ્યા. મુકેશ ખન્નાએ તો એમ પણ કહ્યું હતું કે રવિ ચોપડાએ એક વખત કહ્યું હતું કે વ્યક્તિની અસલી કિંમત એ છે કે તેના કેટલા અફેર છે.
VTV ગુજરાતીને આપેલા ઇન્ટરવ્યૂમાં મુકેશે કહ્યું હતું કે, ‘હું અફેર કરતા મારા કામમાં વધુ સહજ છું. મને હજુ પણ યાદ છે રવિ ચોપડાએ કહેલી વાતો. હું તેના પર હસું છું, કારણ કે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. માફ કરજો, મહાભારતની આખી ટીમ 'આવારા' લોકોથી ભરેલી હતી. અર્જૂન, દુર્યોધન તમે જે ઇચ્છો તે. હું તેમનાથી અલગ હતો. રવિ ચોપડા કહેતા હતા- 'જે વ્યક્તિના સૌથી વધુ અફેર હોય, તે જ ખરો માણસ છે.’ પરંતુ મારા હિસાબે અસલી માણસ એ હોય છે જે પોતાના પરિવારનું ધ્યાન રાખે છે.’
મુકેશ ખન્નાએ કહ્યું કે, ટીમે ધીમે-ધીમે સમજી લીધું કે તેઓ તેમના વિચારો સાથે મેળ નહીં ખાય. જ્યારે મહાભારતમાં કામ કરનારી એક ગુજરાતી એક્ટ્રેસને તેના કો-સ્ટાર્સ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'મુકેશ ખન્નામાં દેડકાઓ વચ્ચે રાજકુમાર જેવો સ્વભાવ છે.’
છેલ્લા દિવસે બધા રડ્યા, મુકેશ કેમ દૂર-દૂર હતા?
જ્યારે મુકેશને શૂટિંગના છેલ્લા દિવસ બાબતે વાત કરવામાં આવી, જ્યારે બધા કલાકારો ભાવુક થઈને એક-બીજાને ગળે લગાવીને રડ્યા હતા, તો તેમણે મહાભારતના કો-એક્ટર નીતિશ ભારદ્વાજ અને ફિરોઝ ખાનની મજાક ઉડાવી અને કહ્યું કે તેઓ સેટ પર રડતા હતા. મુકેશે કહ્યું કે, ‘તમે વીડિયોમાં પણ જોઈ શકો છો કે હું અંતર જાળવી રહ્યો છું. તેઓ એક-બીજાના આંસુ લૂછી રહ્યા હતા, પરંતુ હું તેને મનોરંજક સમજી રહ્યો હતો. મારું શૂટિંગ થોડું વહેલું સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ તેમણે માન્યું કે બધા ભાવુક હતા કેમ કે આ અનુભવે તેમની વચ્ચે એક સંબંધ બનાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, મુકેશ ખન્ના મહાભારતના રી-યુનિયન એપિસોડમાં પણ સામેલ થવાનો ઇનકાર કરી ચૂક્યા છે. કપિલ શર્મા અને યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનારા ગજેન્દ્ર ચૌહાણ સાથે તેમનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘ભીષ્મ પિતામહ વિના મહાભારત શું હોય છે? અર્જૂન, કૃષ્ણ, દુર્યોધન બધા જતા રહ્યા છે.'
યુધિષ્ઠિર પણ ગયા અને કહ્યું કે, ‘મુકેશજીને એટલા માટે ન બોલાવવામાં આવ્યા કારણ કે તેમને કૉમેડી સમજમાં આવતી નથી, જે હોવી જોઈએ.' મેં કહ્યું કે, ‘જ્યારે ક્રિકેટરો આવે છે, ત્યારે શું તેમને પૂછવામાં આવે છે કે તેઓ કૉમેડી સમજે છે કે નહીં? તેમને VIPની જેમ ટ્રીટ કરવામાં આવે છે, જેમ કે તેઓ કોઈને પોતાની ઉપસ્થિતિથી ફાયદો આપી રહ્યા હોય.’

