- Education
- ગુજરાતની શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે', દફતર નહીં લઈ જવાનું, તો શું કરાવશે, જાણો
ગુજરાતની શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે', દફતર નહીં લઈ જવાનું, તો શું કરાવશે, જાણો

ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે' અમલ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત, વિદ્યાર્થીઓએ શનિવારે સ્કૂલ બેગ લઈને શાળામાં આવવાનું રહેશે નહીં. શાળા તંત્ર બાળકોને શાળા સમયગાળામાં રમતગમત, યોગ, સંગીત, ચિત્રકામ, બાલસભા જેવી વિવિધ સર્જનાત્મક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં જોડાવાનો મોકો આપશે.
શાળાઓને જણાવવામાં આવ્યું છે કે, 5 જુલાઈથી આ નવી વ્યવસ્થાની અમલવારી શરૂ થશે અને દરેક શનિવાર હવે બાળકો માટે "આનંદદાયી શનિવાર" તરીકે ઉજવાશે.

આ પગલું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને NCF-SE 2023ના દિશાનિર્દેશોને અનુરૂપ છે. આ નીતિઓ બાળકના સર્વાંગી વિકાસ પર ભાર મુકતી હોવાથી શિક્ષણ વિભાગે સ્કૂલ અભ્યાસ સાથે જીવન કૌશલ્ય, શારીરિક તંદુરસ્તી અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શનિવારના દિવસે એકમ કસોટી સિવાય અન્ય શૈક્ષણિક મૂલ્યાંકન કરાવવાનું નહીં, પરંતુ બાળકો માટે શાળા વધુ આનંદદાયી બની રહે તે દિશામાં કાર્ય કરવામાં આવશે.
અન્ય રાજ્યોના સફળ ઉદાહરણો
ગુજરાત પહેલાં પણ કેટલાક રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં 'બેગલેસ ડે'ની સફળ અમલવારી થઈ ચૂકી છે. આ રાજ્યોમાં આ પહેલને કારણે વિદ્યાર્થીઓમાં શાળાની હાજરીમાં વધારો થયો છે તેમજ શાળા પ્રત્યેનું મનોબળ પણ વધ્યું છે.

શિક્ષણમાં મલ્ટી-ડાઇમેન્શનલ દૃષ્ટિકોણ
આ પહેલ શિક્ષણમાં મલ્ટી-ડાઇમેન્શનલ લર્નિંગ તરફનો એક મહત્વપૂર્ણ પગલું છે. તે બાળકના મનો-શારીરિક વિકાસ સાથે રમતગમત અને સર્જનાત્મક અભિવ્યક્તિને સાથે લઈ જઈને તેમને એક સંતુલિત શિક્ષણનો અનુભવ આપે છે.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
Opinion
