Video: એશ્વર્યાની બર્થડે પર દીકરીએ આપી એવી સ્પિચ કે લોકો બોલ્યા- આ તો જયા...

એશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા જ્યારે પણ તેની માતા સાથે જોવા મળે છે ત્યારે મીડિયાની નજરોમાં તે આકર્ષણું કેન્દ્ર રહે છે. આરાધ્યાની સ્કૂલના કાર્યક્રમના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે એક નવી ક્લિપ સામે આવી છે. જેમાં આરાધ્યા પહેલીવાર લોકોને સ્પિચ આપતી જોવા મળી છે. આ વીડિયોમાં આરાધ્યા પોતાની માતા એશ્વર્યાની પ્રશંસા કરી રહી હતી. એશ્વર્યાની 50મી બર્થડેનો આ અવસર હતો. આ દિવસ એશ્વર્યા અને તેની દીકરીએ કેંસર દર્દીઓ સાથે સેલિબ્રેટ કર્યો. વાયરલ થયેલા આ વીડિયો પર લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.

પેપ્સના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયો પર લોકો આરાધ્યાને ટ્રોલ કરી રહ્યા છે. તો અમુક એશ્વર્યાની દીકરીની પ્રશંસા કરી રહ્યા છે. એશ્વર્યા રાય પોતાની માતા વૃંદા અને દીકરી આરાધ્યા સાથે પહેલી નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઊજવવા માટે કેંસર દર્દીઓની વચ્ચે પહોંચી હતી. જ્યાં તેની દીકરી આરાધ્યાએ પહેલીવાર પબ્લિક સ્પીચ આપી. આરાધ્યા બોલી કે, મારી પ્યારી...મારી જિંદગી..તમે મારી જિંદગી છો. મારી મમ્મા, મને લાગે છે કે તમે જે કરી રહ્યા છો તે ખૂબ જ અગત્યનું છે. આપણે એક સાર્થક ઉદ્દેશ્યની સાથે જન્મદિવસ ઉજવી રહ્યા છે. દુનિયાની મદદ કરવી, આપણી આસપાસ જે લોકો છે તેમની મદદ કરવી. હું માત્ર એટલું કહેવા માગુ છું કે તમે જે પણ કરી રહ્યા છો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ ખૂબ જ એક્સાઇટિંગ છે.

એશ્વર્યા પણ પોતાની દીકરીની આ સ્પિચથી ખુશ જોવા મળી. તેણે કહ્યું કે, આરાધ્યાએ કારમાં મને આ બધુ કહ્યું તો મેં તેને કહ્યું હતું કે ત્યાં જઇને પોતે જ બધુ કહી દેજે. મને ખુશી છે કે તે આવું સમજે છે.

લોકો બોલ્યા- જયા બચ્ચનની જેમ બોલે છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, એશ્વર્યા સતત તેની દીકરીના મૂવમેન્ટ્સને રોકવાની કોશિશ કરે છે. દર વખતે પોતાની દીકરી માટે અજીબ વ્યવહાર કરે છે. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, શું મને જ લાગી રહ્યું છે કે એશ્વર્યા આરાધ્યાનું માઇક છીનવાની કોશિશ કરી રહી છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આરાધ્યા પોતાની દાદી જયા બચ્ચનની જેમ બોલે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ બધા ટ્રોલ્સના જવાબમાં એક યૂઝરે લખ્યું કે, આરાધ્યા માત્ર 12 વર્ષની છે. લોકોએ તેના પ્રત્યે આટલી નેગેટિવિટી ન દેખાડવી જોઇએ. એશ્વર્યાના સપોર્ટમાં એક વ્યક્તિએ લખ્યું કે, બધા તેને ખોટી સમજી રહ્યા છે. એશ્વર્યાએ જ આરાધ્યાને બોલવા માટે માઇક આપ્યું હતું.

ખેર, એશ્વર્યાએ પોતાના જન્મદિવસ પર દીકરી આરાધ્યાના હાથોથી 1 કરોડ રૂપિયાનું દાન કરાવ્યું છે. એશ્વર્યાએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમના ફાઉન્ડેશન તરફથી આવેલી રકમથી મુંબઈમાં હોસ્પિટલ બનશે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.