- Entertainment
- બાબિલ ખાને બોલિવુડને ગણાવ્યું ફેક, તેનો રડતો વીડિયો વાયરલ, ઇન્સ્ટાગ્રામ ડિલીટ કર્યું
બાબિલ ખાને બોલિવુડને ગણાવ્યું ફેક, તેનો રડતો વીડિયો વાયરલ, ઇન્સ્ટાગ્રામ ડિલીટ કર્યું

દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. આમ તો તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવે છે અને ચાહકો પણ તેને ખૂબ સપોર્ટ કરે છે. આ દરમિયાન, બાબિલ ખાનનો આવો એક વીડિયો રેડિટ પર વાયરલ થયો છે, જેને જોયા પછી ચાહકો ચિંતિત થઈ ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આખરે બાબિલ ખાન સાથે થયું શું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બાબિલ ખાન ખુબ પરેશાન હોય તેવો દેખાઈ રહ્યો છે અને તેની આંખોમાં આંસુ છે. ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા તે કહે છે, 'બોલિવૂડ ખૂબ જ નકલી છે, બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.' આ પછી, તે ઘણા કલાકારોના નામ લે છે અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. ખરેખર, તાજેતરમાં જ બાબિલે આ વીડિયો તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, પરંતુ તેણે તેને તરત જ ડિલીટ કરી દીધો. પરંતુ હવે આ વીડિયો રેડિટ પર વાયરલ થયો છે. આશ્ચર્ય છે કે, તેનું એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.
https://twitter.com/redditbollywood/status/1918901240613732680
બાબિલ ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'મારો મતલબ એ છે કે, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો પણ છે. બીજા પણ ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ નકલી છે. બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.'

આ પછી બાબિલ કહે છે, 'બોલિવૂડ એ સૌથી નકલી છે, જેનો હું ક્યારેક ભાગ રહ્યો છું. પણ કેટલાક લોકો એવા છે જે ઈચ્છે છે કે બોલીવુડ વધુ સારું બને, હું તમને ઘણું બધું બતાવવા માંગુ છું, ઘણું બધું. મારી પાસે તમને આપવા માટે ઘણું બધું છે.'
હાલમાં આ વીડિયો પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ યુઝર્સે બાબિલની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રેડિટ યુઝર્સ આશ્ચર્ય પામી રહ્યા છે કે, શું તે ઇન્ડસ્ટ્રીમાં એકલતા અનુભવી રહ્યો છે. કેટલાક લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે, અભિનેતા કોઈ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. બાય ધ વે, બાબિલે વાયરલ વીડિયો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી અને આ ક્લિપ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ દેખાતી નથી.

ઘણા યુઝર્સે પોસ્ટ પર ટિપ્પણી કરી અને બાબિલ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું, 'હે ભગવાન, આ ખરેખર દુઃખદ છે. તે ઘણી બધી મુસીબતોમાંથી પસાર થઈ રહ્યો છે. બીજાએ લખ્યું, 'કંઈક તો થયું છે. તે યંગ છે, ખૂબ જ સ્પર્ધાત્મક વાતાવરણમાં પિતા વિના કમજોર દેખાઈ રહ્યો છે. મને આશા છે કે તેને મદદ મળશે અને તે પહેલા કરતાં વધુ મજબૂત બનીને પાછો આવશે.'
બાબિલ ખાને ગયા અઠવાડિયે તેમના પિતા ઇરફાન ખાનની પુણ્યતિથિ પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેમને યાદ કર્યા. વર્ષ 2018માં, ઇરફાન ખાને ખુલાસો કર્યો હતો કે તે ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી પીડિત છે. તેમણે એક વર્ષ સુધી UKમાં સારવાર લીધી અને પછી ફેબ્રુઆરી 2019માં ભારત પાછા ફર્યા. ત્યાર પછી તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 29 એપ્રિલ 2020ના રોજ 53 વર્ષની વયે તેમનું અવસાન થયું.
Top News
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Opinion
