- Entertainment
- ફિરોઝ ઈરાનીના મોતના ખોટા મેસેજ બાબતે તેમને સ્પષ્ટતા કરવી પડી કે, હું જીવતો છું
ફિરોઝ ઈરાનીના મોતના ખોટા મેસેજ બાબતે તેમને સ્પષ્ટતા કરવી પડી કે, હું જીવતો છું
સોશિયલ મીડિયાના યુગમાં કોઈ પણ માહિતી મીનીટોના સમયમાં લાખો લોકો સુધી પહોંચી શકે છે. જો માહિતી સાચી હોય તો ઘણા લોકોને ફાયદો થાય છે પરંતુ જો માહિતી ખોટી હોય તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વાર સોશિયલ મીડિયામાં ફિલ્મ કલાકારોના મોતના ખોટા મેસેજ વાયરલ થતા હોય છે અને આ મેસેજના કારણે ફિલ્મ કલાકારો અને તેમના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અંતે તેમને આ બાબતે ખુલાસો પણ આપવો પડે છે કે, તેઓ જીવતા અને તેમવા વિષે ખોટો મેસેજ વાયરલ થઇ રહ્યો છે.
Long live...happy live and Healthy live Firoz Irani ji.....all gujju loves u and bless you with a long life....GOD BLESS YOU AND YOUR FAMILY. Froze Irani is OK and Fine.... અફવાઓથી દૂર રહેશો.
Posted by Harshendu Oza on Friday, 18 October 2019
આવું જ કઈ ગુજરાતી ફિલ્મ અભિનેતા ફિરોઝ ઈરાની સાથે બન્યું છે. ફિરોઝ ઈરાના મોતના ખોટા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ખોટા સમાચાર વાયરલ થવાના કારણે તેમને અને તેમના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી તેમને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તેઓને કઈ નથી થયું તેવી સ્પષ્ટ કરી હતી. તેમને જણાવ્યું હતું કે, તેમની એક નવી ફિલ્મ રીલીઝ થઇ રહી છે એટલા માટે કોઈએ આ કામ કર્યું છે.
ફીરોજ ઈરાનીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખાસ મારે કહેવાનું છે કે, હું જીવતો છું. મિત્રો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો, દુર ઉપયોગ નહીં કોઈના ઘરના અંદર આવી રીતે કેટલી તકલીફ થઇ શકે છે એ એને જ ખબર પડે છે કે, જેની સાથે આ થાય છે. હું તો એમ કહું છું કે, સરકારે આના માટે સખત સજા પણ કરવી જોઈએ કે, આ પ્રકારના ખોટા ખોટા સમાચાર જે વાયરલ કરે છે.

