ઘટના બાદ ટાઇગર પોતે ડ્રાઇવિંગ કરીને ડ્રાઈવરને લઈ ગયો, વીડિયો આવ્યા સામે, 3 પકડાયા

હાથ અને છાતી પર પાટા, અને ચહેરા પર ગંભીર ભાવ.. કાર પર થયેલી ફાયરિંગની ઘટના બાદ અભિનેતા ટાઈગર શ્રોફની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરોમાં ટાઈગર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે સોફા પર બેઠો જોવા મળે છે. ફાયરિંગ બાદ લેવામાં આવેલી આ તસવીરમાં તેના હાથ અને છાતી પર પાટા બાંધેલા દેખાય છે. અભિનેતાની કાર પર થયેલા હુમલા દરમિયાન ટાઈગરના જમણા હાથ પર ગનપાઉડરને કારણે દાઝવાના નિશાન આવ્યા છે.

કાર પર ફાયરિંગની ઘટના બાદ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અભિનેતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા; બંનેની મુલાકાત દરમિયાન આ તસવીર લેવામાં આવી છે. તસવીરમાં ટાઈગરના હાથ અને છાતી પર સ્પષ્ટપણે પાટા બાંધેલા જોઈ શકાય છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે મુંબઈના જુહુ વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટના દરમિયાન ટાઈગરના જમણા હાથ પર ગનપાઉડરથી દાઝવાના નિશાન છે. આ ઘટનાને ગંભીર ગણાવતા શિંદેએ જણાવ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કડક ચેતવણી આપતા કહ્યું કે મુંબઈમાં કોઈ પણ ગેંગ કે વ્યક્તિને ફરી ગેંગ વોર શરૂ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ટાઇગર પર ઍટેક કરનારા 3 શંકાસ્પદની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક બિહાર અને 2 હરિયાણાના છે.

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, હુમલો કરનારાઓને શોધીનેપ કડવામાં આવશે. તેમને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. તો, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોલીસને તાત્કાલિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ટાઈગર સાથે ફોન પર વાત પણ કરી અને ખાતરી આપી કે સરકાર તેમની સાથે છે.

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફાયરિંગની ઘટનાની આકરી નિંદા કરતા કહ્યું કે, મુંબઈ પોલીસે હુમલો કરનારાઓને પકડવા માટે અનેક ટીમો બનાવી છે. આ હુમલા પાછળ જે કોઈ પણ હશે, તેને છોડવામાં નહીં આવે. તેમણે ટાઈગર શ્રોફના પિતા, જેકી શ્રોફ સાથે પણ ફોન પર વાત કરી છે. તેમણે ટાઈગર કહ્યું કે કે ચિંતા ન કરે, સરકાર તેમની સાથે છે. શિંદેએ એમ પણ કહ્યું કે મુંબઈમાં સામાન્ય નાગરિક હોય કે ફિલ્મ સ્ટાર, દરેક વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પોલીસ અને સરકારની છે, અને આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે નહીં. તેમણે મુંબઈમાં ભૂતકાળમાં બનેલી ગેંગ વૉરની ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પોલીસે આવી ઘટનાઓ પર કાબૂ મેળવી લીધો છે. મુંબઇમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

tiger shroff
deccanchronicle.com

આ ઘટના રવિવાર, 18 ઓક્ટોબરની સાંજે મુંબઈના જુહૂ વિસ્તારમાં બની હતી. ટાઈગર શ્રોફ ફૂટબોલ મેચ રમ્યા બાદ મેદાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેની કાર પર ગોળીઓ ચલાવવામાં આવી. ફાયરિંગના અવાજથી ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઇ. લોકો આમતેમ દોડવા લાગ્યા. આ ઘટના બાદ અકસ્માતના કેટલાક વીડિયો સામે આવ્યા છે. વ્લોગર સલમા શેખનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે; જેમાં ફાયરિંગનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. સલમા લોકોને ટાઈગરની મદદ કરવાની અપીલ કરેય છે. ત્યારબાદ, ટાઈગર કારની આગળની સીટ પર બેસે છે અને ગાડી લઇને ત્યાંથી નીકળી જાય છે.

ફાયરિંગની આ ઘટના બાદ મુંબઈ પોલીસે હુમલો કરનારાઓની શોધખોળ તેજ કરી દીધી છે અને કેસની તપાસ માટે 12 ટીમો બનાવી છે.પોલીસ હાલમાં ઘટનાસ્થળેથી એકત્ર કરાયેલા પુરાવાઓની તપાસ કરી રહી છે. ખાલી કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે. તપાસ ટીમો આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે અને ઘટના સાથે જોડાયેલા વીડિયોનું વિશ્લેષણ કરી રહી છે.

accused
indiatoday.in

આ દરમિયાન, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પોસ્ટમાં ટાઈગર શ્રોફને નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. પોલીસ હાલમાં હુમલા પાછળનું કારણ જાણવા અને હુમલો કરનારાઓની ઓળખ કરવાનું કામ કરી રહી છે. ટાઈગર શ્રોફ સુરક્ષિત છે અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે. તેમની કાર પર થયેલી ફાયરિંગની તપાસ ચાલુ છે. પોલીસ તપાસ બાદ જ હુમલા અંગે વધુ વિગતો સામે આવવાની અપેક્ષા છે.

About The Author

Related Posts

Top News

ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ અજિત...
Sports 
ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાએ દિલ્હી પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસને પડકારીને દિલ્હી હાઈકોર્ટના...
National 
શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

ભારતમાં, દશેરા મુખ્યત્વે 'ખરાબ' પર 'સારા'નો વિજય અને રાવણના દહન તરીકે ઉજવવામાં આવે છે....
National 
આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન ચાર દાતાઓ પાસેથી સ્વેચ્છાએ રૂ. ...
Politics 
વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.