કતારમાં ફંસાયેલા વાપી-દમણના 9 લોકોને સૌરાષ્ટ્રના પાટીદાર હસમુખભાઇએ છોડાવ્યા હતા

વાત 1990ની છે. એક કતારી વ્યક્તિએ ભારતમાંથી બોટ ખરીદી હતી. તે કતાર ખાતે બોટ લાવવા માંગતો હતો. બોટ કતાર પહોંચાડવા તેણે મુંબઈ ખાતેના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. મુંબઈના એજન્ટે આ તક ઝડપી લીધી અને 9 યુવાન માછીમારને પસંદ કર્યા. દમણ અને વાપી વિસ્તારમાંથી 18-27 વર્ષના છોકરાઓને એજન્ટે છોકરાઓને અંધારામાં રાખ્યા. તેમને સંપૂર્ણ માહિતી આપી ન હતી. તેણે માછીમારને કહ્યું હતું કે તમારી પાસે કતારમાં વ્યવસાયની તક છે.

આ બોટ લઈને કતાર જાઓ. કતારની વ્યક્તિ સાથે ભાગીદાર તરીકે રહીને માછીમારીનો વ્યવસાય કરી શકશો.. નિર્દોષ યુવાન છોકરાઓને એજન્ટના ઇરાદાની ખબર ન હતી. તેઓ કોર્નિસ જેટી ખાતે બોટ દ્વારા કતાર આવ્યા હતા. તેઓને મુંબઈના ભારતીય એજન્ટ દ્વારા છેતરવામાં આવ્યા હતા. ભારતીય એજન્ટે આ ગરીબ માછીમારો પાસેથી માથાદીઠ રૂ. 12000/- વિઝા અને નોકરી માટે લીધા હતા. પરંતુ, તેમણે તેમને વિઝા અને પાસપોર્ટ વગર બોટ દ્વારા મોકલ્યા હતા. બોટ માલિક કતારી વ્યક્તિએ તેમને એક દિવસનું ભોજન પૂરું પાડ્યું. બીજા દિવસે તેણે તમામ 9 છોકરાઓને ભારત પાછા જવા કહ્યું.

છોકરાઓએ તેમને કહ્યું કે, તેમના એજન્ટ તેમને તમારી સાથે કામ માટે મોકલ્યા છે. પરંતુ કતારના વ્યક્તિએ તેમને કહ્યું કે, તેણે એજન્ટ સાથે તેની બોટ કતારમાં પહોંચાડવાનો કરાર કર્યો હતો. તેનાથી વધુ કંઈ નથી. છોકરાઓએ તેની સાથે કામ કરવા વિનંતી કરી. પરંતુ તેણે ના પાડી અને તેમને ભોજન આપવાનું બંધ કરી દીધું. તેઓ ખોરાક અને નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની પાસે પૈસા, પાસપોર્ટ કે વિઝા ન હતા. તેથી તેઓ કોર્નિશ જેટી ગેટથી બહાર આવી શક્યા ન હતા. ત્રણ દિવસ સુધી તેઓએ તમામ લોકોને મદદ માટે વિનંતી કરી. પરંતુ કોઈ તેમની મદદ માટે આગળ ન આવ્યું.

સંજોગવશાત, પ્રથમ વખત હું જેટી વિસ્તારમાં ગયો. તેઓએ મને અને મારી પત્ની મીનાને જોઈ અને મદદ માટે પૂછ્યું. પછી મારો પુત્ર ચિરાગ પણ આવ્યો. પછી મેં ગરીબ છોકરાઓ સાથે વાત કરી અને આખી વાતને સમજી.



મેં તેમને નૈતિક સમર્થન આપ્યું, ભોજન પૂરું પાડવાની જવાબદારી લીધી. તેમને ભારત પાછા મોકલ્યા. કોર્નિશ જેટી વિસ્તારના નવ છોકરાઓને ઠંડા વાતાવરણમાં ટકી રહેવા માટે મેં ત્રણ મહિના માટે ખોરાક અને અન્ય પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે લોકો, ધાબળા, ગરમ કપડા વગેરે પૂરા પાડ્યા . દર બીજા દિવસે હું અને મારી પત્ની મીના દુખાનથી દોહા (85 KM) સુધીની મુસાફરી કરીને કોર્નિસ જેટી પર કોસ્ટ ગાર્ડની પરવાનગી સાથે તેમની મુલાકાત લઈએ લેતા હતા.

લાંબા સંઘર્ષ પછી, મેં સ્પોન્સર, કતારી વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો. ભારતીય દૂતાવાસની મદદથી ત્રણ મહિનાની લાંબી જહેમત બાદ તેઓને ભારત ખાતે વતન પરત મોકલવામાં આવ્યા હતા.એક ગુજરાતી તરીકે અમે આટલી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા અને 9 છોકરાઓને ઘરે પાછા ફરવામાં મદદ કરવા બદલ ગર્વ અનુભવ્યો.

હસમુખ ભાઇ જણાવે છે કે 1980 - 2019 દરમિયાન, મેં ઘણા કેસ સંભાળ્યા છે, પરંતુ આ મારા જીવનની યાદગાર ઘટનાઓમાંની એક હતી. હસમુખ પટેલ, (સોજીત્રા), ગુજરાતી સમાજ કતારના સંસ્થાપક છે. તેમણે આ માનવતાનું કામ નવેમ્બર - 1990 થી જાન્યુઆરી - 1991 (ત્રણ મહિના) સુધી કર્યું હતું.

હાલ ભારતના 8 પૂર્વ નેવી અધિકારીઓને કતારમાં સજા સંભળાવવામાં આવી છે. તેમને બચાવવા ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગુજરાતી સમાજ દ્વારા ત્યાં થઇ રહેલી પ્રવૃતિ વિશે જાણવાના પ્રયત્ન કરતા આ માહિતી મળી હતી. ત્યાં ગુજરાતી સમાજ ખાસ્સો સક્રિય છે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલ હસમુખ ભાઇ સમાજ માટે કામ કરતી આ સંસ્થાના એડવાઇઝર તરીકે સેવા આપતા હોવાની જાણકારી સંસ્થાની વેબસાઇટ પરથી મળી હતી. તમે પણ આ સંસ્થા અંગે વધુ જાણવા માગતા હો તો તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયાથી સંપર્ક કરી શકો છો.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.