- Gujarat
- પાર્ટી જે હોય, પણ જ્યારે દેશની વાત આવે ત્યારે સાચી વાત નિર્ભયતાથી કરવી જોઈએઃ નરેશ પટેલ
પાર્ટી જે હોય, પણ જ્યારે દેશની વાત આવે ત્યારે સાચી વાત નિર્ભયતાથી કરવી જોઈએઃ નરેશ પટેલ

લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ગઈકાલે 60 વર્ષના થયા. આ ખાસ દિવસે તેઓએ પોતાની ઉજવણી રાજકોટની વિરાણી દિવ્યાંગ શાળાનાં વિદ્યાર્થીઓ સાથે કરી. ઉજવણી દરમિયાન તેમણે સમાજ, રાજકારણ અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર ખુલ્લાંપણે પણ વાત કરી.

સૌહાર્દ માટે અમૃતિયા-ઈટાલિયા મુદ્દે મધ્યસ્થી બનવા તૈયાર
નરેશ પટેલે પાટીદાર સમાજના બે આગેવાનો કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે ચાલતી તણાવભરી સ્થિતિ અંગે જણાવ્યું કે, જો આ મુદ્દો તેમની સમક્ષ આવશે તો તેઓ તણાવ દૂર કરવા પ્રયાસ કરશે. તેમણે સામાજિક એકતાને મહત્વ આપતાં કહ્યુ કે, "મારી ભૂમિકા સૌહાર્દ જાળવવામાં રહેશે."
સાંસ્કૃતિક સેવા સાથે જન્મદિવસની ઉજવણી
નરેશ પટેલે જણાવ્યું કે, “આજથી હું ઓફિશિયલી સિનિયર સિટિઝન બન્યો છું.” છેલ્લાં 25 વર્ષથી તેઓ જન્મદિવસે રક્તદાન કેમ્પો અને સેવા પ્રવૃત્તિઓ આયોજિત કરતા રહ્યા છે. આ વખતે પણ તેમના મિત્રમંડળે ગુજરાત તથા આફ્રિકાની 82 સંસ્થાઓ સાથે મળીને જરૂરિયાતમંદોને સહાય પહોંચાડી. તેમણે સંસ્થા અને મિત્રોનો આભાર વ્યક્ત કર્યો.
'યુવાનો રાજકારણથી પર રહીને સાચા મુદ્દે અવાજ ઉઠાવેઃ નરેશ પટેલ'

યુવાનોને રાજકીય પક્ષોથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિત અને સમાજહિત માટે કાર્ય કરવાની અપીલ કરતાં નરેશ પટેલે કહ્યું કે, “પાર્ટી જે હોય, પણ જ્યારે દેશની વાત આવે ત્યારે સાચી વાત નિર્ભયતાથી કરવી જોઈએ.” તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતાનો કાર્યકાળ પૂરો કરવો જોઈએ.
રાજકારણ નહીં, સમાજસેવા પર ધ્યાન – નરેશ પટેલ
પટેલે સ્પષ્ટ કર્યું કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરવા ઇચ્છતા નથી. “2022માં જ મેં જાહેર કરી દીધું છે કે હું રાજકારણમાં નથી જતો.તેમણે કહ્યું કે, સમાજના હિતમાં કામ કરવાનો મારો ધ્યેય છે,”. તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિખોડા ઊપજાવતી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “જે લોકો સમાજ માટે કામ કરે છે, તેમનો અવરોધ ન કરવો જોઈએ.”
રાજકીય પ્રશ્નો ટાળ્યા
વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યને લઈને પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછાતા તેમણે હાલ રાજકારણ પર કોઈ પણ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી આપવાનું ટાળ્યું. “આજના દિવસે રાજકારણની ચર્ચા ન કરીએ તો સારું,” એમ કહીને વાત સમાપ્ત કરી. નરેશ પટેલે પોતાના જન્મદિવસે સમાજમાં સહકાર અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગલી પેઢી માટે સંદેશો આપ્યો.
Top News
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Opinion
