કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય છે. આવા પડકારજનક વાતાવરણમાં કચ્છના મહેસૂલ વિભાગે એક અદ્ભુત કાર્ય કરી બતાવ્યું છે. 281 ગામોમાં આવેલા 910 તળાવોની આસપાસના 5600 એકરથી વધુ વિસ્તારનું વૈજ્ઞાનિક સર્વે અને સીમાંકન પૂર્ણ કરી તેને મહેસૂલી રેકોર્ડમાં ઔપચારિક રીતે નોંધી દીધું છે.

02

આ કાર્ય માત્ર કાગળ કલમનું નથી પરંતુ ભવિષ્યની પાણી સુરક્ષા માટેનું મહત્વનું પગલું છે. જીપીએસ આધારિત માપણી, ખુલ્લી જમીનોમાં અધિકારીઓની અવિરત મહેનત અને અતિક્રમણ સામે કડક રક્ષણ આ બધું મળીને તળાવોને તેમની અસલી સીમાહદમાં પાછા લાવ્યા છે. કચ્છ જેવા વિસ્તારમાં તળાવો ભૂગર્ભ જળના સંતુલનમાં 30% સુધી યોગદાન આપે છે. આ સર્વે એટલે કે આવનારા વર્ષોમાં વધુ સારું પાણી પુરવઠાની વ્યવસ્થા, વધુ સારી ખેતી અને વધુ સુરક્ષિત માનવ જીવન.

આ સફળતા ગુજરાત સરકારની ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ સાથે સીધી રીતે જોડાયેલી છે. રાજ્ય સરકારે પાણી સંરક્ષણ અને જળસ્ત્રોતોની જાળવણીને પ્રાથમિકતા આપી છે અને કચ્છનું આ અભિયાન તેનું જીવંત પ્રમાણ છે. સરકારરી વિભાગોની દીર્ઘદ્રષ્ટિ, નીતિઓનું સમયસર અમલીકરણ અને સ્થાનિક વહીવટની સમર્પિત કામગીરીએ આને સંભવ બનાવ્યું છે. આવા પ્રયાસો ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે પણ આદર્શરૂપ બની શકે છે.

03

કચ્છના કલેક્ટર અને મહેસૂલ ટીમને khabarchhe.com તરફથી હાર્દિક અભિનંદન! તમારી મહેનતથી ન માત્ર તળાવો સુરક્ષિત થયા પરંતુ આખા વિસ્તારનું ભવિષ્ય પણ વધુ લીલુંછમ થવાનું નિશ્ચિત થયુ છે. આ કાર્ય દર્શાવે છે કે જ્યાં ઈરાદો મક્કમ હોય ત્યાંવેરાન ધરતી પણ પાણીથી ભરપૂર થઈ શકે છે. આવા પગલાંઓથી જ ગુજરાત વધુ મજબૂત, વધુ સમૃદ્ધ અને વધુ સુખમય બનશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.