વાત કરવી છે -જતું કરવાની અને વીતેલી વાતો ભૂલી જવાની

(UTKARSH PATEL). छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे, मिल कर नई कहानी...

વાત કરવી છે જતું કરવાની અને વીતેલી વાતો ભૂલી જવાની, નવી પદ્ધતિથી એકડો ગુટવાની અને સૌને સાથે લઈને આગળ વધવાની! ઉપરોક્ત ગીતની કડીઓ મને આજે કઈક સમજાવી રહી છે એ વિચારો અહીં લખી રહ્યો છું.આપણા જીવનમાં દરેક જતી ક્ષણ પછી એક નવી ક્ષણ આપણી પાસે આવે છે અને નવી નવી અનેક ક્ષણો મિનિટો, કલાકો, દિવસો, વર્ષોમાં આપણને મળતી રહે છે. ગયેલી ક્ષણ પાછી આવે? નથી આવતી આપણે જાણીએ છીએ.

એવું જ આપણે જે વીતી ગયું એ પણ પાછું નથી આવવાનું એ સ્વીકારીને જતું કરી દેવાનું રાખવું જોઈશે જો ના આવડે તો શીખી લેવું જોઈશે કેમ કે આપણે અટકી નથી જવાનું આગળ વધવાનું છે. ભૂતકાળ ભૂલવા માટે છે અને ભૂતકાળથી બસ શીખ લેવાની છે, ભૂતકાળને વાગોળવાનો નથી. જીવનમાં આગળ વધવા માટે જૂની વાતો અને ગઈકાલ ને ભૂલીજ જવો જોઈએ તોજ આગળનો આવનારો સમય આપણી સાથે તાલમેલ કેળવી શકશે.

ક્યાંય અટકશો નહીં!

અનુભવોને આધારે નવા વિચારો સાથે સકારાત્મકતાથી નવા લક્ષ્ય તરફ આગળ વધીએ. સૌની અલગ અલગ ઈચ્છાઓ, સપનાઓ, મહત્વકાંક્ષાઓ હશે અને એ છે તોજ નવી આશાઓ અને પ્રેરણા ઉત્સાહ આવશે જીવનમાં. આપણી સાથે અનેક સબંધો જોડાયેલા છે, એમના માટે આપણે પ્રેરણારૂપ બનીએ. આપણા બાળકો ભાવી પેઢી માટે પ્રેરણારૂપ બનીએ. આપણે પાછળ વળીને જોવાનું રહેવા દઈએ અને આગળનું ભવિષ્ય જોઈએ, દીર્ઘદ્રષ્ટી કેળવીએ.

સમય ક્યારેય ઉભો રહ્યો? જીવન ક્યારેય ઊભું રહ્યું? ઠંડી, તડકો, વરસાદનો ઋતુરૂપે બદલાતો ક્રમ ઉભો રહ્યો? દિવસ પછી રાત અને રાત પછી દિવસ ક્યારેય ક્રમ ઉભો રહ્યો? આપણા માટે કોઇ ઊભું રેહતું કે અટકતું નથી તો પછી આપણે શું કામ અટકવાનું??? પાછલું પડતું મુકી દો, આવનારું વધાવો. અટકશો નહીં કેમકે કોઈ તમારા માટે અટકી પડવાનું નથી!
આવો આગળ વધીએ...

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.