પ્રેગનન્સી દરમિયાન સેક્સ કરી શકાય? જાણો શું કહે છે ડૉક્ટર્સ

ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નેન્ટ થયા બાદ ખૂબ જ સાવધાની રાખવી પડતી હોય છે. તેમની એક ભૂલ મિસકેરેજનું કારણ બની શકે છે. કદાચ આ જ કારણ છે કે લોકો પ્રેગનેન્સી દરમિયાન સેક્સ કરવાથી દૂર રહે છે. ઘણા લોકો પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સને ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે ખતરનાક માને છે. આવું વિચારીને લોકો પ્રેગ્નેન્સીના ત્રણ મહિના બાદ પાર્ટનરની સાથે સેક્સ કરવાનું બંધ કરી દે છે. જ્યારે મેડિકલ સાયન્સ લોકોમાં ફેલાયેલી આ ભ્રાંતિઓને ખોટી ગણાવે છે.

આ અંગે ડૉક્ટર્સનું કહેવું છે કે, આ દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા ફિઝીકલ અને હોર્મોનલ બદલાવો આવે છે અને આ દરમિયાન મહિલા પાર્ટનરના મનમાં સેક્સની ઈચ્છા સૌથી વધુ હોય છે. એ સાચું છે કે, આ દરમિયાન કેટલીક મહિલાઓ માટે સેક્સ કરવું વધુ આનંદદાયી હોય છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, સેક્સ માત્ર એક યૌન સુખ નથી, પરંતુ પાર્ટનર સાથે વધુ સારી રીતે કનેક્ટ થવાનો એક માર્ગ છે. આવી સ્થિતિમાં મહિલાઓના શરીરનો રક્ત પ્રવાહ ખૂબ જ ફાસ્ટ હોય છે અને સેક્સ ડ્રાઈવ પણ વધી જાય છે. આ જ કારણ છે કે, તે સેક્સને વધુ એન્જોય કરે છે.

આથી, પ્રેગનેન્સીમાં સેક્સ ન કરવાની અફવાઓથી ડરવાને બદલે તેના વિશે વધુ સારી રીતે જાણવાની જરૂર છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, પ્રેગ્નેન્સીના કોઈપણ સ્ટેજ પર સેક્સ કરવામાં કોઈપણ પ્રકારનું જોખમ નથી. આ દરમિયાન વ્યક્તિએ ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી, જ્યાં સુધી પ્રેગનેન્સીમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. મિસકેરેજનું જોખમ અથવા વધુ પડતું બ્લીડિંગ થવાની સ્થિતિમાં તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જો તમે પ્રેગ્નેન્સી દરમિયાન પણ પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવા માગતા હો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેક્સ દરમિયાન સ્વચ્છતા સૌથી ગંભીર મુદ્દાઓમાં આવે છે. ગર્ભાવસ્થામાં સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાનું ભલશો નહીં. આ દરમિયાન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. આ ઉપરાતં, પુરુષોએ પોતાના પાર્ટનરના કમ્ફર્ટ અને પોઝીશનનું ધ્યાન રાખવું જોઈએ. એવામાં ઓન ધ ટોપ પોઝીશનને સૌથી સેફ માનવામાં આવે છે.

પ્રેગનેન્સીમાં ક્યારે ન કરવું જોઈએ સેક્સ?

વધુ પડતું બ્લીડિંગ થવાની પરિસ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. આ ઉપરાંત, એમનોયટિક ફ્લૂડ લીક થાય તો પણ સેક્સ ન કરવું જોઈએ. જો તમારા ગર્ભમાં ટ્વીન્સ અથવા તેના કરતા વધુ ભ્રૂણ હોય તો આવી સ્થિતિમાં સેક્સથી દૂર રહેવું જોઈએ. જો તમને અગાઉ પણ મિસકેરેજ થઈ ગયું હોય તો ગર્ભાવસ્થામાં સેક્સ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લઈ લેવી અનિવાર્ય છે.

Top News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.