આ સોરી કહેનારાઓથી બચીને રહેજો

(Utkarsh Patel) ક્ષમાયાચના! હૃદયથી ક્ષમા માંગનાર ગમે તેવી ભૂલ કરે એને માફ કરી શકાય. કોઇ વ્યક્તિ એમનાથી જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ માટે હૃદયથી માફી માંગે એ વાતને માન આપવું જોઈએ. એ સોરી એટલે કે હૃદયથી નીકળેલો પસ્તાવો. માફ કરી દેવાય આવા હૃદયભાવ વાળા વ્યક્તિઓને.

એક બીજા પ્રકારનું પણ સોરી આવે છે જેની આજે વાત કરીએ.

મગજની બુદ્ધિથી કહેવાતું સોરી.

કેવા હોય આ બુદ્ધિના સોરી?

આવા...

- કોઈકના પર તમને ખૂબ વ્હાલ હોય વિશ્વાસ હોય અને તમારા સંકટના સમયમાં સોરી કહીને ખસી જનારા.

- કોઈકના ભરોસે તમે અગત્યના નિર્ણય લીધા હોય અને જરૂરના સમયે તમને સોરી કહી દેનારા.

આ પ્રકારના સોરી કહી દેનારા લોકોથી બચીને રહેવું જોઈએ. પરખ કરીને જ કોઈકની પાસે સથવારા કે સહયોગની આશા રાખજો.

મારી વાત... હું ક્યારેય કોઈકના ભરોસે કે કોઈકની આશામાં કંઈ જ નિર્ણય લેતો નથી એટલે આવા લોકોને ખોટી આશાઓ આપનારા અને મગજથી સોરી કહેનારાઓ મારી આસપાસ ભટકતા જ નથી.

તમે તમારી આસપાસ નજર દોડાવી આવા ખરા સમયે સોરી કહી દેનારા અને કહી શકનારા મગજવાળા લોકોને બને તેટલા જલ્દી ઓળખી કાઢો અને રામ રામ કરી દો. સંબંધો કાપવાના નથી બસ એમની સાથેની લાગણીઓને રામ રામ કહી દો.

શોધો શોધો મગજથી સોરી કહી શકનારાઓને.

મગજ વાળા હૃદય વાળાને સોરી કહીને છેતરી જતા હોય છે.

અગત્યનું:

કોઈની પાસે આશાઓ રાખશો નહીં કેમ કે આપણને નથી ખબર કે કોણ કયા લક્ષ્ય અને આશા અપેક્ષા સાથે સબંધ રાખી રહ્યું છે. કોઈકનાથી નિરાશ થવા કરતા આશા નહીં રાખીને જાત મહેનત કરી લેવી વધુ સારી.

Top News

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.