મેનકાને મળી ટિકિટ, દીકરો વરૂણ હજુ રાહ જૂએ છે, જાણો માએ શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યાએ યોગી સરકારના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે, વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. હવે તેના પર તેમના માતા મેનકા ગાંધીએ મૌન તોડ્યું છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે?

આ સવાલ પર તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી નહીં લડે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, કેદારનાથમાં રાહુલ અને વરુણની મુલાકાત થઈ હતી. સામાચારો આવ્યા હતા કે કોંગ્રેસ વરુણને ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે. તેના પર પણ મેનકા ગાંધીએ ઇશારાઓમાં ઇનકાર કર્યો હતો. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, તમે વરુણ ગાંધીને લઈને જે કહ્યું હતું તેનો શું અર્થ છે? તેના પર તેમણે પોતાની જૂની વાતનું પુનરાવર્તન કર્યું.

તેમણે કહ્યું કે, પછી જોવાઈ જશે. હજુ સમય છે. મેનકા ગાંધીએ સોમવારે મીડિયાને વરુણની ટિકિટ કાપવાને લઈને કહ્યું હતું કે તમે એ તેમને પૂછો, ચૂંટણી બાદ જોઈએ છીએ. હજુ ઘણો સમય છે. મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું વરુણ પણ આવવાના હતા? તેમણે જવાબ આપ્યો કે વરુણ અને તેમની વહુ બંનેને આ સમયે વાયરલ ફીવર છે અને મારી વેવણને હાર્ટ એટેક આવ્યો છે, તો ઘરમાં આ સમયે બીમારી ચાલી રહી છે. ભાજપે પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી, પરંતુ સુલ્તાનપુરથી મેનકા ગાંધીને ફરીથી ટિકિટ આપી દીધી છે. જેના કારણે વરુણ ગાંધી પણ ખૂલીને કઇ બોલી શકતા નથી.

હાલમાં મેનકા ગાંધી પણ વરુણને લઈને કંઇ કહેતા બચી રહ્યા છે, પરંતુ તેમના નિવેદનોથી અનુમાન લગાવી શકાય છે કે વરુણ કંઈક ને કંઈક જરૂર કરશે, જે ચૂંટણી બાદ ખબર પડશે. ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધીએ પીલીભીતની જનતાને ભાવાત્મક ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પીલીભીતની જનતા સાથે મારો સંબંધ અંતિમ શ્વાસ સુધી રહેશે. તેમણે ચિઠ્ઠીમાં પહેલી વખત પીલીભીત આવવાથી લઈને સાંસદ બનવા સુધી આ ક્ષેત્રની જનતા સાથે જોડાણનો ઉલ્લેખ કર્યો. તેની સાથે જ ભવિષ્યને લઈને પણ સંદેશ આપ્યો હતો.

Top News

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.