Magazine: પારો

દેવ-પારોનું સ્વર્ગ મિલન

વડની વડવાઈઓએ સોનેરી પાલવ પાથરી દીધો. પાંદડાં નૃત્ય કરવા લાગ્યા. બાગોમાં ક્યાંક નવતર ફૂલો મહોરી ઉઠ્યાં હતા. હવાની લહેરખીઓમાં કેકારવ હતો. ગગને વિહરી રહેલાં પંખીઓએ પાંખો પ્રસરાવી આનંદિત થઈ આભનાં દરિયામાં ડૂબકી લગાવી. વાદળોએ ઘટાનાં ગાલે મધમીઠી ચૂમીઓ ભરી. જાણે...
Magazine: પારો 

26-મારા આ નાનકાને પિતાનું નામ મળશેને?

હાથીપોતાથી થોડાક જ અંતરે આવેલી નાનકડી ચાલમાં પારો અને ચંદ્રમુખીનાં કાફલાનો પ્રવેશ થયો. તેઓ લપાતા-છૂપાતા આવી તો પહોંચ્યા હતા પણ બધાના દિલમાં ફડક પેસી ગઈ હતી કે, રખેને ફરીવાર અંગ્રેજ પોલીસ અહીં પણ આવી જાય તો? છેક ત્રીજા દિવસે તેઓ...
Magazine: પારો 

24-પારો-ચંદ્રમુખીની વિપદા

ચંદ્રમુખીનાં કોઠા પર દુર્ગાપૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ફૂલ, અબીલ-ગુલાલ, કંકુ, શ્રીફળ, ધૂપસળી, પ્રસાદ અને ભંડારાની વ્યવસ્થા થઈ રહી હતી. ભિક્ષુકોને અન્ન મળી રહે તેના માટે સોનાગાછીનાં દ્વારે-દ્વારેથી ભિક્ષુકો અને સાધુ-બાવાઓને તેડાવ્યા હતા. કોઠાને રોશનીનાં ઝગમગાટમાં નવરાવી દેવામાં આવ્યો...
Magazine: પારો 

22-પારોની વિહવળતા

સમયનું ચક્ર બહુ ઝડપથી ફરે છે. સમય ક્યારેય અટક્યો નથી અને અટકશે પણ નહીં. વણથંભી રફતારથી કાળનું ચકરડું ભ્રમણ કરી ગયું. વાસંતી પવનની લહેરખીઓ સાદ પાડી રહી હતી. નટખટ ક્ષણો મસ્તી કરી રહી હતી. પ્રહરો એક પછી એક નિતનવી સોગઠી...
Magazine: પારો 

11-રાજશેખરનો એકરાર અને પાર્વતીનો ઈન્કાર

યમુના નદીના તોફાનમાંથી બહાર આવ્યા પછી પાર્વતીની હાલત ખરાબ થઈ હતી. રાત સુધીમાં તાલસોનાપુર પહોંચવાનું હવે શક્ય લાગતું ન હતું. પાર્વતી તાવમાં પટકાઈ હતી. રાજશેખરને કંઈ સૂઝ ન પડી. પાર્વતીને સહારો આપી તે પાર્વતીને યેનકેન રીતે નજીકમાં આવેલા આશ્રમ સુધી...
Magazine: પારો 

10- જીવન-મરણ વચ્ચે પાર્વતીનું દેવ રટણ

હસ્તરેખાઓની ચાલ અજબ હોય છે. મનુષ્ય ધારે છે કંઈ અને કુદરત કરે છે કંઈ. પાર્વતી સાથે પણ કશુંક આવું જ બની રહ્યું હતું. જો કે પારો નામની આ અભાગણી આમ પણ ક્યાં ઠરીઠામ હતી? કોણ જાણે દેવદાસ સાથે તેને ક્યા...
Magazine: પારો 

5- વડ દેવતાને પારોનો પોકાર

આજનો દિવસ પાર્વતી માટે કંઈક અંશે સારો ગયો. ઘરમાં કોઈએ તેની સાથે ઉદ્ધતાઈથી વર્તન તો ન કર્યું પણ તો બીજી તરફ કોઈએ એની સાથે જરાસરખી આત્મીયતાથી વાત પણ ના કરી. સરવાળે આજનો દિવસ આ રીતે સારો ગયો એવી તસલ્લી પાર્વતીએ...
Magazine: પારો 

4- પાર્વતીને કાલીની ધમકી

રાત્રીની ભેંકારતા પાર્વતીના દિલમાં શૂળીની જેમ ભોંકાતી હતી. આમ તો આજે ચાંદની રાત હતી, પરંતુ ચાંદનીના તેજ લિસોટા હૃદયને ચીરીને ક્યાંક અંધારામાં આલોપ થઈ જતાં હોય એવું લાગતું હતું. હવેલીની બહાર દૂર દૂર સુધી પથરાયેલા વૃક્ષો અંધારામાં વિચિત્ર આકારો ધારણ...
Magazine: પારો 

1- દેવદાસનું મૃત્યુ

દેવ.... આ નામ જાણે તેના આત્મા સાથે વણાઈ ગયું હતું. પણ હવે દેવદાસ નથી એ માનવા માટે એનું મન જરાય તૈયાર ન હતું. બસ, રાત-દિવસ દેવના નામની રટ લગાવીને કદી આમ તો કદી તેમ, બહાવરી બનીને ઘૂમ્યા કરતી હતી. જો...
Magazine: પારો 

13 કાલીદાસ, પારો અને દેવદાસનું કુટુંબ

આખી રાત પારોને ઉંઘ ન આવી. તેની સામે કૌશલ્યાદેવીની આંખો ટમટમતી રહી. તેને થયા કરતું હતું કે કૌશલ્યાદેવીને બરાબરની લસોટી નાંખુ, પણ મર્યાદાના પરિધ સમક્ષ તે લાચાર હતી. ગમે તે કહો કૌશલ્યાદેવી આખરે તો દેવદાસની માતા હતી. તેનાં હાથ બંધાઈ...
Magazine: પારો 

15 દેવદાસના હોવાપણાનો ભાસ

આજે ત્રીજો દિવસ હતો અને રાજશેખરનો કોઈ પત્તો ન હતો. તાલસોનાપુર આવ્યા પછી પારોની દિનચર્યા પણ બદલાઈ ગઈ હતી. તે માતાની શુશ્રૂષા કરવામાં લાગી ગઈ હતી. કૌશલ્યાદેવીની વાતોએ પારોનાં મસ્તિષ્કમાં ઝંઝાવાત સર્જી દીધું હતું. દેવદાસનાં સંતાનની વાત હવે ગામ લોકોથી...
Magazine: પારો 

7- પારોનું માતૃત્વ અને…

દિસો બા દિસો બા... પ્રેમરંગે દિસો બા... મીરા સંગા, રાધા સંગા, કાના સાજે,નવ સૂરજે નવ કિરને કમાડ ખોલે પ્રભાતમ. પરોઢે સૂર્યની કિરણો રેલાય છે અને પહો ફૂટે છે. કોઈ મસ્ત-મૌલા ફકીર આ મજાનું ગીત ગાતો ચાલ્યો જાય છે. વરસાદી...
Magazine: પારો 

18-બે અભાગણીઓની વાત...

દેવદાસનાં મુખેથી જેના માટે સાંભળ્યા કરતી હતી તે આ પારો હતી. દેવદાસે હંમેશ જેની સેવાચાકરીની વાતો કરી હતી તે આ ચંદ્રમુખી હતી. જાણે કોઈ પૂર્વાપરનો સંબંધ હોય એમ બંને ભેટી પડ્યા હતા. ચંદ્રમુખી બોલી,'જેવું વર્ણન સાંભળ્યું હતું તેવું જ...
Magazine: પારો 

9- બંગ-ભંગ ચળવળ અને પાર્વતી

બંગાળમાં આ સમય દરમિયાન બંગ-ભંગની ચળવળ ચાલી રહી હતી. બ્રિટીશ શાસન દરમિયાન વર્ષ 1905માં તત્કાલીન જનરલ લોર્ડ કર્ઝને ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પર ચાલીને વહીવટને વધુ સારો બનાવવા તથા પૂર્વ બંગાળના પછાત વિસ્તારોમાં તાત્કાલિક વિકાસ કરવા જેવી દલીલોને...
Magazine: પારો 

8- પાર્વતીનો હવેલી ત્યાગ

કાળમીંઢ રાત્રીની ભેંકારતા કૂતરાની રોકકળથી ડરામણી લાગતી હતી. બલાઓ રાતવાસો કરવા દૈત્યવાસમાંથી બહાર નીકળી રહી હોય એવું બિહામણું ચિત્ર ઉપસી રહ્યું હતું. ઘોર અંધકારમાં ખોફનાક રીતે બિલાડીની ટમટમતી આંખો આશંકિત કરી રહી હતી કે, આજે રાત્રે ઠાકોર ભુવન ચૌધરીની હવેલીમાં...
Magazine: પારો 

6- દેવદાસ અને પારોનો લાગણીભીનો સંવાદ

ભૂતકાળની ભૂતાવળ કહેવાય કે પછી સોનેરી સંસ્મરણો, પણ હંમેશાં કાળ વહ્યો જાય છે અને સંસ્મરણો સદાકાળ રહી જતાં હોય છે. દેવદાસ સાથેના પ્રેમના વરસાદમાં ભીંજાયેલી પળોને પાર્વતી વાગોળ્યા કરતી હતી. દેવદાસની યાદ ખૂબ સાલી રહી હતી તેને. વડમાં પાર્વતીને હંમેશાં...
Magazine: પારો 

2- પારો અને દેવદાસના સંબંધનું રહસ્ય

દેવદાસના મૃત્યુએ ભુવન ચૌધરી અને પાર્વતી(પારો)ના દામ્પત્ય જીવનમાં કાળાં ડિબાંગ વાદળોની કાલિમા પાથરી દીધી હતી. દેવદાસ વાળી વાતે બંનેનાં ભુવન ચૌધરી અને પાર્વતી વચ્ચે પલીતો ચાંપી દીધો હતો. પરગામેથી પરત થયેલા ભુવન ચૌધરીને ગામ...
Magazine: પારો 

17 ચંદ્રમુખી અને પારોનું મિલન

માનવનાથનાં લોહી નીગળતા નિષ્પ્રાણ શરીરને ખભા પર ઉંચકી રાજશેખર દોડવા લાગ્યો. તેણે કોઈ પણ કાળે અંગ્રેજોના હાથમાં પકડાઈ નહીં જવાનું નક્કી કર્યું હતું. માનવનાથની શહીદીની વાત તાલસોનાપુરમાં વાયુવેગે ફરી વળી. રાજશેખર, પારો અને રૂપાલીએ અંગ્રેજો સામે બાથ ભીડી એ જાણીને...
Magazine: પારો 

16 માનવનાથની શહીદી....

પ્રગાઢ ધુમ્મસ છવાયેલું હતું. સૂર્ય કિરણોની આંગળી ઝાલી પુષ્પ-પર્ણોની કળીઓ પવનનાં સથવારે પ્રભાતિય પગલીઓ ભરી રહી હતી. ક્યાંક આરતીઓનો ગુંજારવ હતો તો ક્યાંક ઘરોમાંથી ભજનના રસગાન સંભળાતા હતા. ડોકિયું કરીને સૂર્ય પણ સંતાકૂકડી રમી રહ્યો હતો. પારોને દેવદાસની યાદ ન...
Magazine: પારો 

દેવની માતા અને પારો વચ્ચે ઘર્ષણ

દેવદાસની હવેલીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કાલીદાસની વાત સાંભળી કૌશલ્યાદેવી માનવા તૈયાર ન હતા કે પારો ખરેખર દેવદાસના સંતાનની મા બનવાની છે. કઈ રીતે બની શકે છે? દેવદાસે તો કોઈ દિવસ કશું પણ કહ્યું ન હતું. બીજી તરફ દ્વિજદાસ પણ...
Magazine: પારો 

મિલનનો આખરી મુકામ

સહરાના અફાટ તડકાએ રેત કણોમાં સૂર્યનો વાસ હોય તો અતૃપ્તિ ચરમસીમાએ પહોંચી જાય છે. નક્કર જીવન પણ આભાસી હોવાનાં ચાળા કરે છે. પૂર્ણ તૃપ્તિ પામવાનો તલસાટ રૂંએ-રૂંએ ખૂંપી જાય છે ત્યારે મૃગજળનાં બીબાંમાંથી પણ અમૃતરસ ટપકતું હોવાનો અહેસાસ થયા કરે...
Magazine: પારો 

25-અંગ્રેજ પોલીસને ચકમો

પારો-ચંદ્રમુખી સહિત બધાને અંગ્રેજ પોલીસે ઘેરી લીધા હતા. કોઈને કશી સમજ પડી રહી ન હતી કે શું કરીએ? રાજશેખરની હાલત અંગ્રેજોએ દયનીય બનાવી દીધી હતી. ક્યાંકથી ચુન્નીલાલ કોઠા પર આવી પહોંચ્યો. સ્થિતિ જોઈ તે હબક ખાઈ ગયો. તેણે કોઠાની અંદર...
Magazine: પારો 

ચંદ્રમુખીનો વિયોગી મુજરો

સૂરજ પર હજુ રાત્રીની ધૂળ બાઝી ન હતી. સાંજની સોડ તાણીને સૂરજ શાતા મેળવી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ નસીબમાં જ્યાં સળગવાનું જ હોય ત્યાં વળી સવાર શું? બપોર શું અને સાંજ શું? સૂરજનાં ભાગ્યમાં સળગતા રહેવાનું જ લખાયેલું...
Magazine: પારો 

પારોએ કહ્યું ચંદા તને દેવદાસનાં સમ છે

ચંદ્રમુખીનો મુજરો ચાલી રહ્યો છે. મુજરા પર કાલીદાસે લખલૂંટ રૂપિયા વહાવ્યા. તેમની પત્ની મનોરમા તો પતિનો આવો અસ્સલ ચહેરો જોઈને હેબતાઈ ગઈ. એક તબક્કે તો કાલીદાસે ચંદ્રમુખીને બાથમાં લેવાની કોશિશ પણ કરી હતી પરંતુ ચંદ્રમુખીએ તેના ઈરાદા બર આવવા દીધા...
Magazine: પારો 

Latest News

કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે, 4 મેના રોજ શરૂ થશે. બપોર સુધીમાં...
Business 
કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં...
Gujarat 
પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

"હવે જીવવું અશક્ય છે," આ શબ્દો દિલ્હીમાં કાર્યરત જજ અમન શર્માએ તેમના પિતા સાથેની અંતિમ ફોન કોલ દરમિયાન...
National 
ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ 15660 કરોડમાં ખરીદી લીધી આ IPL ટીમ

ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિ લક્ષ્મી એન. મિત્તલ અને આદિત્ય મિત્તલે રમતગમતની દુનિયામાં એક મોટો ધડાકો કર્યો છે. 3 મેના રોજ...
Sports 
લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ 15660 કરોડમાં ખરીદી લીધી આ IPL ટીમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.