ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

"હવે જીવવું અશક્ય છે," આ શબ્દો દિલ્હીમાં કાર્યરત જજ અમન શર્માએ તેમના પિતા સાથેની અંતિમ ફોન કોલ દરમિયાન કહ્યા હતા. પત્ની દ્વારા પિતાનું અપમાન સહન ન કરી શકવાને કારણે જજ અમન શર્માએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ તેમના પરિવારે લગાવ્યો છે.

મૂળ રાજસ્થાનના અલવરના રહેવાસી અને વર્ષ 2021 માં જજ તરીકે નિયુક્ત થયેલા અમન શર્માએ 2 મે ના રોજ આત્મહત્યા કરી હતી. રવિવારે તેમના પાર્થિવ દેહને અલવર લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના પિતા એડવોકેટ પ્રેમ કુમાર શર્માએ મુખાગ્નિ આપી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, અમન શર્માની હાજરીમાં તેમની પત્નીએ તેમના પિતાનું અપમાન કર્યું હતું, જેનાથી તેઓ ઊંડા આઘાતમાં હતા. આ અપમાન સહન ન થતા તેમણે બાથરૂમમાંથી સ્ટૂલ અને શાલનો ઉપયોગ કરીને પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.

મૃત્યુના બે દિવસ પહેલા અમન શર્માએ તેમના પિતાને ફોન કરીને કહ્યું હતું કે તેઓ હવે જીવવા માંગતા નથી અને આ તેમનો છેલ્લો ફોન છે. આ સાંભળીને ગભરાયેલા પિતા તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા. સંબંધીઓના જણાવ્યા મુજબ, અમન સતત માનસિક સતામણીનો શિકાર બની રહ્યા હતા અને ઘરેલું વિખવાદોને કારણે તેમની સ્થિતિ કથળી હતી.

202

પરિવારે આક્ષેપ કર્યો છે કે  અમન શર્માની સાળી, જે જમ્મુમાં IAS ઓફિસર તરીકે કાર્યરત છે, તે તેમની પત્નીને ઉશ્કેરતી હતી.  સાળી પોતે તેના પતિ (દિલ્હી પોલીસના વરિષ્ઠ IPS ઓફિસર) થી અલગ રહે છે. ઘટના સમયે સાસરી પક્ષનો અન્ય એક સંબંધી પણ ઘરે હાજર હતો. 2 મે ના રોજ બપોરે જ્યારે અમન શર્માએ આ પગલું ભર્યું, ત્યારે તેમના પિતા રૂમની બહાર જ હતા. તેમણે રૂમની અંદરથી અમનની પત્નીના ઝઘડવાનો અને બૂમો પાડવાનો અવાજ સાંભળ્યો હતો.

ઘટના બાદ અમનની પત્ની બંને બાળકોને લઈને ઘર છોડીને ચાલી ગઈ હતી. સાસરી પક્ષમાંથી કોઈ પણ સભ્ય અંતિમ સંસ્કારમાં હાજર રહ્યું નહોતું. જોકે, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન કેડરના અનેક વરિષ્ઠ ન્યાયાધીશો શ્રદ્ધાંજલિ આપવા અલવર પહોંચ્યા હતા.

પરિવારે આ ઘટનાને ગંભીર ગુનો ગણાવીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું, "જો ન્યાય આપનારા વ્યક્તિ સાથે આવું થઈ શકે, તો સામાન્ય માણસની શું હાલત થતી હશે?"

પ્રેમ કુમાર શર્માએ જણાવ્યું કે તેઓ અમનના લગ્ન પોતાના મિત્રની દીકરી સાથે કરાવવા માંગતા હતા, પરંતુ અમન તેની બેચમેટ (Batchmate) સાથે લગ્ન કરવા માંગતો હોવાથી તેમણે દીકરાની ખુશી માટે સહમતી આપી હતી. અમન સ્વભાવે ખૂબ જ શાંત અને મળતાવડો હતો, પરંતુ તેણે ક્યારેય તેના અંગત વિખવાદો વિશે ખુલીને વાત કરી નહોતી. અમનનો નાનો ભાઈ પણ અકસ્માત બાદ ડિપ્રેશનનો સામનો કરી રહ્યો છે અને હાલ LLB નો અભ્યાસ કરે છે.

 

About The Author

Related Posts

Top News

કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે, 4 મેના રોજ શરૂ થશે. બપોર સુધીમાં...
Business 
કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં...
Gujarat 
પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

"હવે જીવવું અશક્ય છે," આ શબ્દો દિલ્હીમાં કાર્યરત જજ અમન શર્માએ તેમના પિતા સાથેની અંતિમ ફોન કોલ દરમિયાન...
National 
ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ 15660 કરોડમાં ખરીદી લીધી આ IPL ટીમ

ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિ લક્ષ્મી એન. મિત્તલ અને આદિત્ય મિત્તલે રમતગમતની દુનિયામાં એક મોટો ધડાકો કર્યો છે. 3 મેના રોજ...
Sports 
લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ 15660 કરોડમાં ખરીદી લીધી આ IPL ટીમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.