મહેમાની

ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે.

ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધાનાં મેાં કાળાંમશ થઈ ગયાં. સહુને લાગ્યું કે મહેમાન કાંઈ મર્મ કરતો જાય છે. કોઈએ વળી વધુ પડતા કૌતકના માર્યા પૂછ્યું:

"આપા ચીતરા કરપડા! આ ચાળો વળી શું ઊપડ્યો છે?"

અસવારે ઉત્તર દીધો: "એ બા, આ તો આપા ભાણની મે'માનગતિ! ભડલીની સરભરા ભારે વખાણમાં છે ને બા, એટલે ત્રણે પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉ છું."

ભડલીનું નાક વાઢતો વાઢતો એ ચીતરો કરપડો ગામડેગામડાની ઊભી બજારો વીંધીને કણબાવ્ય ચાલ્યો ગયો. કોણ જાણે કોની ભૂલ થઈ કે કોઈ દિવસ નહિ ને આજ જ ભડલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચીતરા કરપડાનું ભાણું ન સચવાણું! ભાણ ખાચર ઘેરે નહિ, અને કોઈકે કરપડાને ડુંગળી-રોટલો પીરસ્યાં.

ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈ એ વાત કરી કે ચીતરો ડુંગળી ને રોટલો ભાલે ચડાવીને આપણા છે ખોરડાને ફજેત કરતો ગયો. ભાણ ખાચર ખિજાયા: "બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો!" એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો. પણ કાંઈ માથાં વાઢ્યે એવાં વેર થોડાં વળે છે? તલવારનાં વેર તલવારથી લેવાય અને રોટલાનાં વેર રોટલાથી!

ચીતરે કરપડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને ચેતાવી દીધી: "ધ્યાન રાખજે, ભાણ ખાચર નાક કાપવા આવશે. લાખ વાતેય આવ્યા વિના નહિ રહે."

બાઈ કહે: "ફિકર નહિ."

તે દિવસથી રોજેરોજ ગામના કાઠીઓના ઘેરેઘેરે ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે. દહીંનાં પેડાં, દૂધના દોણાં, દળેલી સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે. સાજણી ભેંસો પણ હાજર રાખે, અને ચીતરો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર-ચોખા સિવાય બીજું કાંઈ લુંટે નહિ.

એક વાર ચીતરો ફેરે ચાલ્યો: કહેતો ગયો: "ભાણ ખાચર આવે તો મારા આવતાં પહેલાં રજા દેશો નહિ."

બીજે દિવસે બરાબર મધ્યાહૂને ભાણ ખાચરે એકસો ઘોડે આવીને પૂછ્યું: "આપો ચીતરો છે ઘેરે?"

ઓરડેથી આઈએ કહેરાવ્યું: "કાઠી તો ઘરે નથી, પણ કાંઈ ઘર હાર્યે લેતા નથી ગયા. ભાણ ખાચર જો જાય તો એને સૂરજ દેવળની આણ છે!"

ભાણ ખાચરને તો એટલું જ જોતું હતું. કાઠીઓએ આવીને સોયે અસવારોનાં ઘોડાં ગામમાં ઘેર ઘેર બાંધી લીધાં, લીલાછમ બાજરાનાં જોગાણ ચડાવી દીધાં, કસૂંબો વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક ચડી ગયાં. અહીં જ્યાં અમલની અંજલિઓ "આપાના સમ, મારું લોહી" વગેરે સોગંદ આપીઆપીને પિવરાવી દીધી, ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો છાશ પીવા.

દરબારગઢની લાંબી, ધોળેલી અને ચાકળા-તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી રજાઈઓ ઉપર પચાસ પચાસ ભૂખ્યા કાઠીની પંગત સામસામી બેસી ગઈ તાંસળીમાં ચોખા, સાકર અને દૂધ પીરસાણાં. પડખે ઘઉની ધિયાળી રોટલીઓ મુકાણી. તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડયા. પછી સીસમના ઢોલિયામાં પોઢણ; રેાંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસૂંબા: અને રાતે પાછી દૂધ, સાકર ને ચોખા ઉપર ઝાપટ, અને એક દિવસ વીત્યે મહેમાન કહે: "હવે શીખ લેશું. " આઈ કહે: "બાપ, જો જાવ તો કાઠીનો અમને ઠપકો મળે. "

બીજે દિવસે પણ સવાર, બપોર અને સાંજની ત્રણે ટંક કાઠિયાણીએાએ પોતાની તમામ કળાકારીગરી ખરચી નાખીને પેપડીનાં, બાવળના પરડિયાનાં, હાથલા થોરનાં, પરબોળિયાનાં, મીઠાનાં અને દૂધનાં ફીણનાં: એવાં ભાત- ભાતનાં તો શાક બનાવીને ખવરાવ્યાં, મહેમાનોને ડુંગળીનો દૂધપાક કરીને જમાડયો. માથે ભાત્ય ઊપડે એવા સાકરના રોટલા બનાવ્યા. ચોખાની બરજ, શેવની બરજ અને હરીસો રાંધ્યો. કેાણ જાણે એવો તે એાપ એ હરીસાને આપ્યો કે, એનાં ચાસલાંમાં માણસનું માં દેખાય. કાઠીઓ ખાવા બેસતાં ત્યારે આંગળાં કરડતા અને કેાઈ શાકપાંદડાંને તો ઓળખી જ શક્યા નહિ. એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાનગતિમાં જરાય મોળપ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું. એણે બે હાથ જોડીને એારડે કહેવરાવ્યું: "આઈ, હવે તો હદ થઈ. ચીતરાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરેપૂરી થઈ ગઈ. હવે રજા આપો."

આઈએ જવાબ મોકલ્યો: "આપા ભાણ! તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈનાં બેસણાં છે, અમે તો રાંક કાઠી કહેવાઈએ. ગજાસંપત પ્રમાણે રાબ-છાશ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી એ તમારી શોભા વદે. "

એકસો ઘેાડે ભાણ ખાચર ચડી નીકળ્યા. આવ્યા'તા તો વેર લેવા, પણ આ તો ઊલટું પોતાને માથે વેર વાળ્યું! ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો. સામસામા રામરામ થયા. ચીતરો કહે: "બા, ઘોડાં પાછાં ફેરવો."

ભાણ ખાચરે બે હાથ જોડ્યા; કહ્યું: "આપા, ત્રણ ત્રણ દિવસ થઈ ગયા; અને આઈ એ કાંઈ બાકી નથી રાખ્યું."

"અરે, વાત છે, કાંઈ? ભાણ ખાચર જેવો કાઠી બાયડિયુંનો મહેમાન બનીને વહ્યો જાય?"

ભાણ ખાચરે બહુ આજીજી કરી; મર્મમાં જણાવી દીધું: "આપા! ઘરની પરીક્ષા તે ઘરની બાયડી જ આપે."

પછી ત્યાં એક વાવ હતી. વાવને કાંઠે બેસીને ચીતરે કસૂંબો કાઢ્યો. પણ કસૂંબો લેવાઈ રહ્યા પછી કાંઈક ગળ્યું જોઈએ. ઉનાળો ધોમ ધખતો હતો. સહુનાં ગળાં શોષાતાં હતાં. શરબત કરવું હતું, પણ ઠામ ન મળે! ચીતરાની સાથે સાકરનાં ત્રણ-ચાર છાલકાં હતાં.

"લ્યો બા, સૂઝી ગયું!" એમ કહીને એણે ચારે છાલકાંની સાકર વાવમાં પધરાવી. ડાયરો કહે: "અરે, આપા, હાં! હાં!"

"એમાં હાં હાં શું? ભાણ ખાચર જેવા મહેમાન ક્યાંથી?"

આખી વાવમાં શરબત શરબત થઈ ગયું. સહુએ પીધું. રામરામ કરીને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં ભાણ ખાચર બોલ્યા:

"બા, ચીતરો રોટલા વીંધે એય પરમાણ!"

Related Posts

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ પર કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ પર કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.