ભારત 15 વર્ષમાં અખંડ ભારત બનશે, જે રસ્તામાં વચ્ચે આવશે તે ખતમ થશે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. હરિદ્રારમાં એક સભોને કરેલા સંબોધનમાં ભાગવતે કહ્યુ હતું કે સનાતન ધર્મ જ હિંદુ રાષ્ટ્ર છે.તેમણે કહ્યું કે આમ તો અખંડ ભારતને બનતા 20થી 25 વર્ષ લાગી શકે છે. પરંતુ જો આપણે થોડો પ્રયાસ વધારીશું તો સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદના સપનાનું અખંડ  ભારત 10થી 15 વર્ષમાં જ બની શકે તેમ છે. એને કોઇ રોકી શકશે નહી અને જે રસ્તામાં વચ્ચે આવશે તે ખતમ થઇ જશે.

હરિદ્રારમાં આયોજિત એક કાર્યક્રમમાં સરસંઘસંચાલક મોહન ભાગવતે કહ્યુ હતું કે, જે રીતે ભગવાન કૃષ્ણએ એક આંગલી પર ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો હતો, એવી જ રીતે સંતોના આર્શીવાદથી ભારત ટુંક સમયમાં જ અખંડ ભારત બનશે. હવે તેને કોઇ રોકી શકે તેમ નથી. ભાગવતે કહ્યું કે પ્રજાના પ્રયાસની પણ જરૂર પડશે.

મોહન ભાગવતે ખોંખારો ખાયને કહ્યુ કે, ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. જે તેના માર્ગમાં આવશે તે પુરો થઇ જશે, ભારત હવે વિકાસ વિના અટકવાનું નથી. ભારત વિકાસના માર્ગે દોડી રહ્યું છે, સીટી વગાડીને કહે છે કે વિકાસનીઆ યાત્રામાં દરેક તેની સાથે આવે અને તેને કોઈએ રોકવાનો પ્રયાસ કોઇ ન કરે,  જે કોઈ રોકવા વાળા હશે, તેણે સાથે આવવું જોઈએ,નહી આવે તો રસ્તામાં ન આવે, રસ્તામાંથી હટી જાય

તેમણે કહ્યું કે આપણે અલગ અલગ છીએ, પરંતુ જુદા નથી.  જો આપણે સાથે મળીને દેશ માટે જીવવાનું અને મરવાનું શરૂ કરીએ અને જે ઝડપે ભારત પ્રગતિના માર્ગ પર ચાલી રહ્યું છે, તો હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતને દેશ બનવામાં 20 થી 25 વર્ષ લાગશે. અખંડ ભારત.એમાં સમય લાગશે અને જો આપણે આપણી ગતિ ઝડપી કરીએ તો આ સમય અડધો થઈ જશે અને તે થવું પણ જોઈએ, તેમણે કહ્યું કે આપણે અહિંસાની વાત કરીશું પણ હાથમાં ડંડો પણ રાખીશું, કારણ કે આ વિશ્વ માત્ર શક્તિમાં વિશ્વાસ રાખે છે.

સંઘના વડાએ કહ્યું કે હજારો વર્ષથી ભારતના સનાતન ધર્મને ખતમ કરવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ એ લોકો જ ખતમ થઇ ગયા, પરંતુ આપણે અને સનાતન ધર્મ આજે પણ અસ્તિત્વમાં છે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયામાં દરેક પ્રકારની વ્યક્તિની દુષ્ટ વૃત્તિઓનો અંત આવે છે. જ્યારે તે ભારત આવે છે, ત્યારે તે કાં તો બદલાય જાય છે અથવા સમાપ્ત થઈ જાય છે.

RSSના વડા મોહન ભાગવત હરિદ્વારના કંખલમાં સન્યાસ રોડ પર આવેલા શ્રી કૃષ્ણ નિવાસ આશ્રમ અને પૂર્ણાનદ આશ્રમમાં બ્રહ્મલિન મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ ગિરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુત્રય મંદિરના ઉદઘાટનમાં માં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા.

મોહન ભાગવતે જે અખંડ ભારતની વાત કરી તો અખંડ ભારત એટલે શું તે તેમને સમજાવીશુ.આજનો ભારત મર્યાદિત જમીન ધરાવતો દેશ છે. એવું કહેવાય છે કે ભારત એક સમયે ખૂબ જ વિશાળ લેન્ડમાસ હતું. તે માત્ર કન્યાકુમારી કાશ્મીર અને ગુજરાતથી આસામ સુધી સીમિત ન હતું. તેના બદલે, સંયુક્ત ભારતમાં અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, તિબેટ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડનો સમાવેશ થાય છે. પરંતુ કેટલાક દેશો ભારતથી ઘણા સમય પહેલા અલગ થઈ ગયા છે. જ્યારે આઝાદી સમયે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતથી અલગ દેશો બન્યા હતા.

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.