જેના પ્રેમ માટે સ્વિટ્ઝર્લેન્ડથી યુવતી ભારત આવી તેણે જ કાસળ કાઢી નાખ્યું

દિલ્હીના તિલક નગરમાં એક વિદેશી મહિલાની હત્યાની કહાની ખૂબ જ સનસનાટીભરી છે. પોલીસે આ હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જેની ઓળખ 30 વર્ષીય ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે. તે દિલ્હીના જનકપુરીનો રહેવાસી છે. ગુરપ્રીતે પોલીસને જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા તેણે ડેટિંગ એપ દ્વારા મહિલા સાથે મિત્રતા કરી હતી. આ પછી તેણે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેને મળવાનું પણ શરૂ કર્યું. તેણે જ મહિલાને સ્વિટ્ઝર્લેન્ડથી ભારત બોલાવી હતી.

આ પછી તેની સાથે ફોન પર વાત થતી રહેતી હતી. તે ચાર મહિના માટે મહિલાને મળવા સ્વિટ્ઝરલેન્ડ પણ ગયો હતો. ગુરપ્રીતે કહ્યું કે, તેને શંકા હતી કે, મહિલાના અન્ય લોકો સાથે પણ સંબંધો હતા. આ કારણે તે ગુસ્સામાં હતો.

11 ઓક્ટોબરે મહિલા સ્વિટ્ઝર્લેન્ડથી દિલ્હી આવી હતી અને પશ્ચિમ દિલ્હીની એક હોટલમાં રોકાઈ હતી. ગુરપ્રીતે મહિલાને હોટલની બહાર બોલાવી અને વિષ્ણુ ગાર્ડન વિસ્તાર તરફ લઈ ગયો. ત્યાં તેણે મહિલાને કહ્યું કે, તે તેને સરપ્રાઈઝ આપવા માંગે છે. આ પછી ગુરપ્રીતે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.

આરોપી ગુરપ્રીતે મહિલાના હાથ-પગ સાંકળોથી બાંધી દીધા હતા. હત્યા પછી તેણે લાશને કારમાં રાખી હતી. મૃતદેહના નિકાલ માટે સ્થળની શોધમાં તે આખા વિસ્તારમાં ફરતો રહ્યો. તેને લાગ્યું કે દરેક જગ્યાએ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, ક્યાંક તે પકડાઈ ન જાય, તેથી તેણે કાર તેના ઘર પાસે પાર્ક કરી અને લાશને કારમાં જ રહેવા દીધી. જ્યારે ભયંકર દુર્ગંધ આવવા લાગી ત્યારે તેણે હત્યાના બે દિવસ પછી લાશને MCD સ્કૂલ પાસે ફેંકી દીધી.

ગુરપ્રીત સિવાય પોલીસ એવી કોઈ વ્યક્તિ શોધી શકી નથી જે મહિલાની ઓળખ કરી શકે. પોલીસે આ મામલે ગુરપ્રીતના પરિવારજનોની પણ પૂછપરછ કરી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, ગુરપ્રીત સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તિલક નગર MCD સ્કૂલ પાસે એક મહિલાનો મૃતદેહ હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. મહિલાની ઉંમર આશરે 30 વર્ષની હતી. તેનું શરીર પ્લાસ્ટિકની થેલીથી ઢંકાયેલું હતું અને તેના હાથ-પગ સાંકળોથી બાંધેલા હતા. પોલીસે વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરતાં તેમાં સફેદ રંગની કાર જોવા મળી હતી. કારના નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યાંથી કાર પસાર થઈ, પોલીસે તે માર્ગોના CCTV સ્કેન કર્યા. આ પછી પોલીસ કારના માલિક પાસે પહોંચી.

પોલીસનું કહેવું છે કે, કાર એક મહિલાના નામે હતી. વાસ્તવમાં દિલ્હીના જનકપુરીના રહેવાસી ગુરપ્રીત સિંહે મહિલાના નામે 2 લાખ રૂપિયામાં સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા માંગતો હતો, તેથી જ તેણે આવું કર્યું. જે મહિલાના નામે કાર ખરીદવામાં આવી હતી તેણે પોલીસને કહ્યું કે, તેને ખબર નહોતી કે, ગુરપ્રીતે તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કાર ખરીદી હતી.

પોલીસે શુક્રવારે મોડી રાત્રે જનકપુરીમાંથી કાર કબજે કરી હતી. આ પછી આરોપી ગુરપ્રીતની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ગુરપ્રીત સિંહ તેના માતા-પિતા અને બહેન સાથે જનકપુરીમાં રહે છે. પોલીસે તેના ઘરેથી 2.10 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

શું મહિલા સ્વિત્ઝર્લેન્ડની રહેવાસી હતી? આ પ્રશ્ન અંગે DCP (પશ્ચિમ) વિચિત્ર વીરે જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ તેની તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે પોલીસને સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચની એક મહિલા સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો મળ્યા છે. આ અંગે સ્વિસ દૂતાવાસનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આરોપી ગુરપ્રીત સિંહને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, ગુરપ્રીતના પરિવાર પાસે ઘણી મિલકતો છે. તેના ઘરમાંથી મોટી રોકડ રકમ મળી આવી છે. આ અંગે આવકવેરા વિભાગને માહિતી આપવામાં આવી છે.

About The Author

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.