બ્લિંકિટ વેચી રહી હતી એવી પ્રોડક્ટ કે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, જાણો શું છે મામલો

ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટ એક મોટા કાયદાકીય વિવાદમાં ફસાઇ ગઇ છે. કંપની સામે કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે 50 ગેરકાયદેસર બટન છરીઓ જપ્ત કરી અને FIR દાખલ કરી છે. ખ્યાલા વિસ્તારમાં બનેલી જીવ લેવાની 2 અલગ-અલગ ઘટના કેસોની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં વપરાયેલી છરીઓ ઑનલાઇન પ્લેટફોર્મ બ્લિંકિટ પરથી ખરીદવામાં આવી હતી. ત્યારબાદ, પોલીસે પોતે ગ્રાહકો બનીને પ્લેટફોર્મ પરથી છરીઓ મંગાવી, જે કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. દિલ્હી પોલીસે પૂછપરછ માટે બ્લિંકિટને નોટિસ ફટકારી છે. બ્લિંકિટ ઉપરાંત, અન્ય ઑનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ હવે દિલ્હી પોલીસની રડાર હેઠળ છે.

Blinkit3
tv9hindi.com

દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં જીવ લેવાની બે અલગ-અલગ ઘટનાના કેસમાં આરોપીઓની પૂછપરછ કરતી વખતા તેમણે જણાવ્યું હતું કે ગુનાઓમાં વપરાયેલી છરીઓ ઑનલાઇન પ્લેટફોર્મ બ્લિંકિટ પરથી ખરીદવામાં આવી હતી. આ માહિતીના આધારે, પોલીસે ગ્રાહક બનીને પ્લેટફોર્મ પરથી બટન છરીઓ મંગાવી હતી.

ઓર્ડર કરાયેલ છરીની તપાસમાં જાણવા મળ્યું કે, સરકાર દ્વારા નિર્ધારિત લંબાઈ અને પહોળાઈના ધોરણો કરતા વધુ છે. કાયદા હેઠળ, બટન ખોલતા છરીઓ પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે, જેના કારણે તેનું વેચાણ ગુનો બને છે. આ પુષ્ટિ બાદ, પોલીસે બ્લિંકિટ સામે FIR દાખલ કરી અને ઔપચારિક તપાસ શરૂ કરી.

Blinkit2
newsbytesapp.com

કાર્યવાહીના ભાગ રૂપે, દિલ્હી પોલીસે શહેરના અનેક બ્લિંકિટ સ્ટોર્સ પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન લગભગ 50 ગેરકાયદેસર છરીઓ જપ્ત કરવામાં આવી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ છરી કયા સપ્લાયર દ્વારા પ્લેટફોર્મ પર પહોંચી અને વેચાણ પર કેવી રીતે નજર રાખવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, માત્ર બ્લિંકિટ જ નહીં, પરંતુ ઘણી અન્ય ઓનલાઈન એપ્સ પણ તપાસ હેઠળ છે. તેમને નોટિસ મોકલીને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી શકે છે. આ કેસ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા સામાનની દેખરેખ અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

સુરત-રાજકોટ કોંગ્રેસના 65 ઉમેદવારોને લઇ જવાયા અજ્ઞાતવાસમાં, બુધવારે સાંજે પાછા લવાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ફોર્મની ચકાસણી પણ થઈ ચૂકી છે. અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત...
Gujarat 
સુરત-રાજકોટ કોંગ્રેસના 65 ઉમેદવારોને લઇ જવાયા અજ્ઞાતવાસમાં, બુધવારે સાંજે પાછા લવાશે

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.