નોકરાણીએ માલિકના ઘરે પડાવ્યો નકલી ED દરોડો, એક જ પુરાવાથી આખો મામલો ઉકેલાયો

દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં એક નોકરાણીએ તેના માલિકના ઘરે નકલી ED દરોડા પડાવ્યા હતા. દિલ્હી પોલીસે નોકરાણી અને તેના સાથીઓની ધરપકડ કરી છે, જેમાં પોલીસની વર્દી, મોંઘો ઘરવખરીનો સામાન અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, નોકરાણીએ પૂરી પ્લાનિંગ સાથે કાવતરામાં તેના નજીકના સાથીઓને આ કાવતરામાં સામેલ કર્યા હતા. તેણે તેના સાથીઓને ઘરની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી અને એક સ્પેશિયલ 26 વાલી યોજના બનાવી હતી. ઘરમાં કોણ-કોણ રહે છે અને શું કરે છે, તેની વિગતવાર માહિતી આ દરોડામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નક્કી સમય મુજબ, ED અધિકારી બનીને આ ઘરે ટીમ દરોડા પાડવા માટે પહોંચી હતી. અંદરના લોકોને ખબર નહોતી કે દરોડા પાડનારા નકલી અધિકારીઓ હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 11 ફેબ્રુઆરીના રોજ પોલીસની વર્દીમાં 3 લોકો ED અધિકારીઓ બનીને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં 86 વર્ષીય નિવૃત્ત આર્કિટેક્ટ આર.સી. સભરવાલના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. ટીમે પરિવારને ધમકાવ્યો, મોબાઇલ ફોન છીનવી લીધા અને તપાસનું નાટક કર્યું. જ્યારે પીડિતના પૌત્રએ સવાલ કર્યો, ત્યારે શંકાસ્પદ લગભગ 3-4 લાખ રોકડા અને 7 મોંઘી ઘડિયાળો લઈને ફરાર થઇ ગયા.

fake raid
x.com/i/grok

કેસ ઉકેલવા માટે પોલીસે 350થી વધુ CCTV કેમેરાની તપાસ કરી. આમાં D-બ્લોક રહેણાંક વિસ્તારના ખાનગી કેમેરાની ફૂટેજ, દિલ્હી પોલીસ સર્વેલન્સ કેમેરા અને હાઇ-સ્પીડ ટ્રાફિક કેમેરાનો સમાવેશ થાય છે. ફૂટેજના આધારે તેમણે ક્રાઇમ સ્પોટ પરથી શંકાસ્પદોની ગતિવિધિઓ શોધી કાઢી. તેમાં શંકાસ્પદોની કાર સરાય કાલે ખાન વિસ્તારમાંથી પસાર થતી ગાઝીપુર સરહદ પાર કરીને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરતી નજરે પડી. આ સંકેત પોલીસને ગાઝિયાબાદના વૈશાલીના સેક્ટર 4 સુધી લઇ ગયા, જ્યાં કાર પાર્ક કરેલી મળી આવી.

શંકાસ્પદોએ ઘટનાસ્થળેથી ભાગવા માટે કારનો ઉપયોગ કર્યો હતો, પરંતુ CCTV ફૂટેજથી ટીમને કારનો રજીસ્ટ્રેશન નંબર મળ્યો હતો. ગાઝિયાબાદમાં કાર મળ્યા બાદ, ટીમે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને જાણકારી મેળવી કે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની ક્રાઇમ સીન અને વૈશાલી પાર્કિંગ લોટમાં પર સંબંધિત સમયે કયા મોબાઇલ નંબર સક્રિય હતા. આ ડેટા સીધો પૂજા રાજપૂતના ઘર સુધી પહોંચ્યો. ગુપ્ત માહિતીમાં જાણવા મળ્યું કે ફરિયાદીની નોકરાણી રેખા દેવી વારંવાર ગાઝિયાબાદમાં તે જ સરનામે આવતી-જતી હતી, જેના કારણે પોલીસને કેસનો ભેદ ઉકેલવામાં વાર ન લાગી.

fake raid
x.com/i/grok

જ્યારે ટીમે 25 ફેબ્રુઆરીએ પૂજાના ઘરે દરોડો પાડ્યો, ત્યારે તેમને નકલી દરોડામાં વપરાયેલી વસ્તુઓ મળી આવી હતી. લૂંટ દરમિયાન વર્ચસ્વ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતા ITBP ડેપ્યુટી કમાન્ડન્ટનો પૂરી વર્દી, વાયરલેસ સેટ-ટોપ બોક્સ અને નકલી ID કાર્ડ મળી આવ્યા હતા. ઘરમાં છુપાવવામાં આવેલી 7 મોંઘી ઘડિયાળો અને ઘરેણાં મળી આવ્યા હતા. 25 ફેબ્રુઆરી, 2026ના રોજ આ રેકેટમાં સામેલ 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. સભરવાલના ઘરે કામ કરતી નોકરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં સામેલ બીજી મહિલા પૂજા રાજપૂત રેખાની ભાભી છે. જ્યારે પ્રકાશ (TBP કોન્સ્ટેબલ), મનીષ અને ઉપદેશ સિંહ થાપા (નિવૃત્ત સૈન્ય કર્મચારી) ફરાર છે.

તમને ફિલ્મ સ્પેશિયલ 26ની કહાની યાદ હશે, જેમાં અક્ષય કુમારની આગેવાની હેઠળની એક ટીમે નકલી CBI અને આવકવેરા અધિકારીઓ બનીને દરોડો પાડ્યો હતો અને ભ્રષ્ટ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવવા માટે દરોડા પાડીને લૂંટી લેતા હતા. થોડા દિવસો અગાઉ, ગુજરાતમાં પણ આવો જ નકલી EDનો દરોડો પડ્યો હતો, અને સ્પેશિયલ 26ની જેમ લૂંટ ચલાવવામાં આવી હતી. ED અધિકારીઓ તરીકે 12 લોકોની એક ટીમે એક અગ્રણી બુલિયન વેપારીના ઘરે દરોડો પાડ્યો હતો, જેમાં તેઓ કરોડોનું સોનું, ચાંદી અને રોકડ લઈને ફરાર થઇ ગયા હતા.

fake raid
x.com/i/grok

આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રેવન્યૂ ઇન્ટેલિજન્સ વિભાગ માટે કામ કરતો એક ટ્રાન્સલેટર હતો, જેણે પોતે EDના ચીફ ઓફિસર તરીકે ટીમની કમાન સંભાળી હતી. જબરદસ્ત અંગ્રેજી અને રોફ જમાવવા સાથે, ટીમ અચાનક દરોડા પાડવા માટે પહોંચતી અને તરત જ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ જેવી અન્ય વસ્તુઓ જપ્ત કરી લ્ટી, જેથી કોઈને ફોન કરીને જાણકારી ન આપી શકે.

આટલી  મોટી રકમ કાઢવા માટે ઉદ્યોગપતિએ બેન્ક જવાની વાત કહી. નકલી ED અધિકારીઓની એક ટીમ ઉદ્યોગપતિ સાથે હૌઝ ખાસ બેંક ગઈ હતી. જોકે, ઉદ્યોગપતિએ ચાલાકીપૂર્વક તેના મેનેજર અને વકીલને મેસેજ મોકલ્યો જેને જણાવ્યુ કે આ નકલી હોઈ શકે છે. જ્યારે નકલી ED અધિકારીઓને ખબર પડી કે તેમની પોલ ખૂલીગઇ છે ત્યારે તેઓ ભાગી ગયા.

About The Author

Top News

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.