અમદાવાદમાં બની રામ મંદિરની દાનપેટી અને રેલિંગ, જાણો શું છે વિશેષતા

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઇ રહ્યો છે. તેના માટે દેશના અલગ અલ ભાગોમાંથી તૈયાર થયેલી વસ્તુ અયોધ્યા પહોંચવાની શરૂ થઈ ગઈ છે. ઘણી વિશેષ વસ્તુઓને મોકલવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ અનુસંધાને અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિર માટે દાન પેટી અને રેલિંગ અમદાવાદમાં બનીને તૈયાર થઈ ચૂકી છે.

મુખ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવા માટે 4 વિશેષ દાન પેટી સહિત મંદિર સુધી પહોંચવા માટે ઉપયોગ થનારી રેલિંગના સેમ્પલ અમદાવાદથી હવે અયોધ્યા જઇ રહ્યા છે. અમદાવાદમાં ગોતાની જે ફેક્ટ્રીમાં રામ મંદિરનો ધ્વજ દંડ બનીને તૈયાર થયો હતો, એ જ ફેક્ટ્રીથી હવે 4 દાન પેટીઓ અને રેલિંગના સેમ્પલ બનાવીને અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે. આ દાનપેટીઓ અને રેલિંગની વિશેષતા બાબતે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સના કશ્યપ મેવાડાએ એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે, રામ મંદિર માટે 12 દાનપેટીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. છેલ્લા 25 દિવસોમાં 4 દાનપેટીઓ બનીને તૈયાર થઈ છે. ચારેય દાનપેટીઓ રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે. 2 મોટી દાનપેટીઓ 5 ફૂટ પહોળી અને 3.5 ફૂટ લાંબી છે. બ્રાસથી બનેલી આ તમામ દાનપેટીઓમાં શીશમની લાકડીનો ઉપયોગ થયો છે અને તેના પર બ્રાસ ઇનલે વર્ક કરવામાં આવ્યું છે. કશ્યપ મેવાડાએ જણાવ્યું કે, એ સિવાય 5 ફૂટની રેલિંગનું સેમ્પલ પણ માગવામાં આવ્યું છે.

તે પણ બનીને તેની સાથે મોકલી રહ્યા છીએ. રેલિંગને તૈયાર કરવામાં પણ શીશમની લાકડીનો ઉપયોગ થયો છે અને તેમાં પણ બ્રાસ ઇનલે વર્ક કરવામાં આવ્યું છે. રેલિંગમાં ગદા અને ધનુષ બાણની ડિઝાઇન પણ બનાવવામાં આવી છે. એ સિવાય કશ્યપ મેવાડા પોતાની તરફથી શ્રીરામ મંદિર માટે શીશમની લાકડીનો બનેલો સુંદર બ્રાસ ઇનલે વર્કવાળો હેન્ડ મેડ અખંડ દીવો પણ અમદાવાદથી મોકલી રહ્યા છે. આ બધો સામાન શનિવાર 13 જાન્યુઆરી સવારે ત્રાકથી અયોધ્યા માટે મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવાની છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્તની ક્ષણ 84 સેકન્ડની છે જે 12 વાગીને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગીને 30 મિનિટ 32 સેકન્ડ સુધી હશે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે. આ દરમિયાન ગર્ભ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય 4 લોકો ઉપસ્થિત રહેશે.

Top News

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.