EDએ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું, 21 તારીખે હાજર થવા કહ્યું

On

દિલ્હી લીકર પોલિસી મામલે ફરીએકવાર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ મોકલ્યું છે. ઈડીએ CM અરવિંદ કેજરીવાલને 21 ડિસેમ્બરે હાજર રહેવા માટે સમન્સ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઈડી અરવિંદ કેજરીવાલને સમન્સ આપી ચૂક્યું છે, પરંતુ અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે ગયા નહોતા. આ પહેલા 2 નવેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલને EDએ નોટિસ મોકલી હતી.

રાજીનામુ આપી દઉં કે જેલથી ચલાવું સરકાર? કેજરીવાલે જનતા પાસે માગ્યા સૂચનો

થોડા દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતાને પૂછ્યું હતું કે જો તેમની ધરપકડ થાય છે તો શું તેમણે મુખ્યમંત્રી બન્યા રહેવું જોઈએ કે હટી જવું જોઈએ. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને ઘેર ઘેર મોકલીને એ બતાવવા કહ્યું છે કે તેમણે શું કરવું જોઈએ. તેમણે પૂછ્યું છે કે જો કથિત આબકારીનીતિ કૌભાંડમાં તેમની ધરપકડ થાય છે તો તેઓ પોતાનું પદ છોડી દે કે જેલથી જ સરકાર ચલાવે.

કાર્યકર્તા ઘેર ઘેર જઈને લોકો સાથે સંપર્ક કરશે. એ સિવાય મોહલ્લામાં તેઓ નુક્કડ નાટક અને કેમ્પેઇન કરશે. સામાન્ય જનતા તેમને પોતાની સલાહ આપી શકે છે. પાર્ટી કાર્યકર્તા લોકોને એક ફોર્મ આપશે. આ ફોર્મને ભરીને જનતા પોતાની સલાહ આપી શકે છે. જ્યારે આખી દિલ્હીથી આ ફોર્મ પાર્ટી પાસે આવી જશે ત્યારે એ જોવામાં આવશે કે જનતાના શું સૂચનો છે. એ મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિર્ણય લેશે.

હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ લોકો પાસેથી સૂચન લે. જેમ જનતા કહેશે, તેઓ એવું જ કરશે. અરવિંદ કેજરીવાલને આશા છે કે જનતા તેમનું સમર્થન કરશે. તેમનું માનવું છે કે મફત વીજળી, પાણી અને સરકારી બસોમાં મહિલાઓને છૂટ, દિલ્હીની સરકારી શાળાઓની સારી વ્યવસ્થા જેવા ઘણા કાર્યોથી જનતા ખુશ છે અને તેઓ તેમને મુખ્યમંત્રી બન્યા રહેવા દેવા માગશે.

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. ED અરવિંદ કેજરીવાલ પાસેથી ઘણા પ્રકારની જાણકારીઓ ઈચ્છે છે. આ વર્ષે એપ્રિલમાં દિલ્હી આબકારીનીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની CBIએ કલાકો સુધી પૂછપરછ કરી હતી. જો કે, અરવિંદ કેજરીવાલ આ કેસને કાલ્પનિક કહ્યો હતો.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન
Copyright (c) Khabarchhe All Rights Reserved.