મેડે... મેડે... મેડે..., પ્લેન ક્રેશ પહેલા પાયલટે આ સિગ્નલ આપ્યું હતું, પરંતુ...

ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે એક મોટો પ્લેન ક્રેશ થયો. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફ કરતાની સાથે જ ક્રેશ થયું, જે સમયે આ અકસ્માત થયો હતો, તે સમયે લગભગ 242 લોકો પ્લેનમાં સવાર હોવાનું કહેવાય છે. આ દરમિયાન, પ્લેન ક્રેશ અંગે અનેક પ્રકારની માહિતી સામે આવી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે, પ્લેનના પાયલોટે ક્રેશ પહેલા નજીકના ATCને સિગ્નલ મોકલ્યો હતો, જે ખતરાની જાણ કરી રહ્યો હતો અને તેના થોડા સમય પછી પ્લેન ક્રેશ થયું.

પ્લેન ક્રેશ પછી DGCA દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ મુજબ, 12 જૂન, 2025ના રોજ, અમદાવાદથી ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું પ્લેન B787 (AI-171) ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું. આ પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. આ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા, જ્યારે તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પણ હતા. સુમિત સભરવાલને 8200 કલાક ઉડાનનો અનુભવ હતો, જ્યારે ક્લાઇવને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો.

Ahmedabad-Plane-Crash2
aajtak.in

સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે, આ વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1.39 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ તેણે નજીકના ATCને MAYDAY કોલ આપ્યો હતો, પરંતુ ત્યારપછી વિમાન દ્વારા ATCને કોઈ સિગ્નલ આપવામાં આવ્યો ન હતો. ઉડાન ભર્યાના થોડીક સેકન્ડ પછી, વિમાન એરપોર્ટ પરિસરની બહાર પડી ગયું.

કોઈપણ ફ્લાઇટમાં, 'Mayday Call'એ એક કટોકટી સંદેશ છે, જે પાઇલટ ત્યારે આપે છે જ્યારે વિમાન ગંભીર મુશ્કેલીમાં હોય અને મુસાફરો અથવા ક્રૂના જીવ જોખમમાં હોય. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થવું, વિમાનમાં આગ લાગવી, હવામાં અથડામણનો ભય, અથવા હાઇજેકિંગ જેવી પરિસ્થિતિ. આ કોલ દ્વારા, કોઈપણ પાઇલટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને નજીકના વિમાનોને ચેતવણી આપે છે કે વિમાનને તાત્કાલિક મદદની જરૂર છે. વિમાનના રેડિયો પર ત્રણ વખત 'મેડે, મેડે, મેડે' કહેવામાં આવે છે જેથી સ્પષ્ટ થાય કે આ મજાક નથી પણ વાસ્તવિક કટોકટી છે.

Ahmedabad-Plane-Crash1
aajtak.in

માહિતી અનુસાર, મેડે કોલ આવતાની સાથે જ કંટ્રોલ રૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તેને મદદ કરવા માટે તમામ સંસાધનો લગાવે છે, જેમ કે ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી, રનવે સાફ કરવું, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવી. 'મેડે' શબ્દ ફ્રેન્ચ શબ્દ 'મેઇડર' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'મને મદદ કરો'. અત્રે ઉલ્લેખનીય છે કે જો પરિસ્થિતિ ખૂબ ગંભીર ન હોય પરંતુ ચિંતાનો વિષય હોય, તો પાઇલટ 'પેન-પેન' કહે છે, જે 'મેડે' કરતા ઓછો ગંભીર માનવામાં આવે છે.

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.