- Gujarat
- અમદાવાદ પ્લેન ક્રૅશનો રિપોર્ટ આવ્યો, પાયલટે પૂછ્યું- સ્વીચ કેમ બંધ કરી... સામે આવી 10 મોટી વાતો
અમદાવાદ પ્લેન ક્રૅશનો રિપોર્ટ આવ્યો, પાયલટે પૂછ્યું- સ્વીચ કેમ બંધ કરી... સામે આવી 10 મોટી વાતો
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. વિમાન ટેકઓફ કર્યા બાદ થોડી જ સેકન્ડ બાદ ક્રેશ થઈ ગયું. તેનું એક મહત્ત્વનું કારણ બંને એન્જિન બંધ થવાનું હતું. હેરાન કરી દેનારી વાત પણ છે કે વિમાને જરૂરી ઊંચાઈ મેળવી લીધી હતી, પરંતુ ત્યારબાદ બંને એન્જિન 'RUN'માંથી 'CUTOFF' મોડમાં જતા રહ્યા. AAIB રિપોર્ટમાં પાયલટની વાતચીતનો પણ ઉલ્લેખ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ ડ્રીમલાઇનર 787-8ના પાયલટ સુમિત સભરવાલ અને કો-પાયલટ ક્લાઇવ કુંદરે એન્જિન બંધ થવાને લઈને સવાલ-જવાબ કર્યા હતા.
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના રિપોર્ટમાંથી શું-શું સામે આવ્યું?
શું થયું હતું?
અમદાવાદથી લંડન (ગેટવિક) જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન (VT-ANB), જે ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત 12 જૂન 2025ના રોજ બપોરે 1:39 વાગ્યે (IST) થયો હતો.
અકસ્માતની તપાસમાં કોણ-કોણ સામેલ છે?
ભારતનો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ તપાસ શરૂ કરી છે. ઘણા દેશોના એક્સપર્ટ પણ મદદ કરી રહ્યા છે જેમ કે, અમેરિકા (NTSB), બ્રિટન (AAIB-UK), પોર્ટુગલ અને કેનેડા.
કેટલા લોકો માર્યા ગયા?
આ અકસ્માત્માતમાં કુલ 260 લોકો માર્યા ગયા હતા, 229 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ અને 19 જમીન પર ઉપસ્થિત લોકો. 1 મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
વિમાન બાબતે જાણકારી
આ વિમાન 2012માં બન્યું હતું, તેમાં GE GENx-1B એન્જિન લાગ્યા હતા. તેના મેન્ટેનેન્સમાં કોઈ મોટી ખામી જોવા મળી નહોતી. ઉડાણ અગાઉ કેટલાક નાના ટેક્નિકલ પોઇંટ્સ સક્રિય હતા, પરંતુ બધા નિયંત્રણમાં હતા.
કેટલું નુકસાન થયું?
વિમાન પૂરી રીતે બળીને નષ્ટ થઈ ગયું. જમીન પર 5 ઇમારતોને પણ આગ અને ટકકારને કારણે ભારે નુકસાન થયું.
વિમાન ક્યાં પડ્યું?
રનવેથી માત્ર 1 કિમી દૂર BJ મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે ટકરાયું. કાટમાળ લગભગ 1000 ફૂટ x 4000 ફૂટના વિસ્તારમાં ફેલાયેલો મળ્યો હતો.
ફ્લાઇટ રેકોર્ડર (બ્લેક બોક્સ)
એક રેકોર્ડરમાં 46 કલાકના ડેટા અને 2 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ હતું, જેમાં અકસ્માતનો સમય પણ સામેલ હતો. બીજું રેકોર્ડર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, એટલે તેમાંથી ડેટા કાઢી શકાયા નથી.
પાયલટ અને ATCની વાતચીત
ટેકઓફની મંજૂરી 08:07 UTC પર મળી હતી. 2 મિનિટ બાદ 08:09 UTC પર પાયલટે ‘MAYDAY’ કોલ કર્યો, એટલે ઈમરજન્સીની સ્થિતિ બતાવી.
ફ્લાઇટનું વિવરણ
વિમાનમાં કુલ 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર. વજન મર્યાદામાં હતું અને કોઈ ખતરનાક સમાન નહોતો. બંને પાયલટ ઉડાણ અગાઉ પૂરી રીતે ફિટ હતા.

અકસ્માતનું કારણ શું હતું?
ટેકઓફ બાદ તરત જ, બંને એન્જિનના ફ્યુલ CUTOFF સ્વીચ બંધ થઈ ગઈ, જેના કારણે એન્જિન બંધ થઈ ગયા. કોકપીટની વાતચીતમાં એક પાયલટે પૂછ્યું કે સ્વીચ કોણે બંધ કરી, તો બીજાએ કહ્યું ‘મેં નથી કરી.’ પાઇલટોએ એન્જિન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક એન્જિન સારી રીતે ચાલુ ન થયું. ઇમરજન્સી પાવર સિસ્ટમ (RAT) ઓટોમેટિક ચાલુ થઈ ગઈ.

