ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહી છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે, જ્યારે દિગ્દર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કર એ સંભાળ્યું છે.

પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે. લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુમ્પલ પટેલની જોડી છે, સાથે હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસેના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે. જ્યારે લુક અને એટિટ્યુડનો સામનો પ્રેમ સાથે થાય છે, ત્યારે કોણ જીતે?” આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે ‘પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે.’

ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઈટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી, જ્યારે કુમ્પલ પટેલએ બોલવાની રીત, બોડી લેંગ્વેજ અને પાત્રની નાનામોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી. હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે એ પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે.

67

પ્રોડ્યુસર જશવંત ગંગાણીએ વધુમાં કહ્યું હતું કે  આ ફિલ્મનું નામ ‘આવવા દે’ રાખવાનું કારણ એ છે કે પ્રેમ અને જીવન બંનેમાં આમંત્રણ જરૂરી છે — આવો, પ્રેમમાં પડો!” સાથે તેમણે વધુમાં ઉમેર્યું  હતું કે “મેં પ્રથમ વખત નવા દિગ્દર્શક નિહાર ઠક્કરને તક આપી છે, કારણ કે હું માનું છું કે નવી પેઢીના વિચારો ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે. અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટ થી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે. જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે જેમને અગાઉની જેમજ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે.  

આ ફિલ્મના પાત્રો જૈમિન પંચમતીયા (પરીક્ષિત) અને જાહ્નવી દેસાઈ (કુમ્પલ) વચ્ચેનો પ્રેમ, તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે, જે દરેક યુવા દિલને સ્પર્શી જશે. જીતેન્દ્ર જાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત  આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે. જો તમે પ્રેમમાં પાડવા માટે તૈય્યાર છો તો આવવા દો.

About The Author

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.